National

હિમાચલ પ્રદેશમાં રોપવે બગડી જતા 11 લોકો હવામાં લટકી ગયા પછી જે થયું…

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના પરવાનુ(Parvanoo)માં રોપવે(Ropeway)માં સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે 11 પ્રવાસીઓ હવામાં જ ફસાઈ ગયા છે. હાલમાં તેમને બચાવવા માટે બીજી ટ્રોલી મોકલવામાં આવી છે. જેના દ્વારા એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે. રોપવેમાં સમસ્યાને કારણે 11 જીવ હવામાં અટકી ગયા હતા. ટેકનિકલ ટીમ શક્ય તેટલી વહેલી તકે રોપવેનું સમારકામ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ પણ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. મળતી માહિતી મુજબ, રોપ-વેમાં 5 પરિવારનાં 10 લોકો ફસાયા છે. રેસ્ક્યુ ટીમે 4 મહિલાઓ અને 2 પુરૂષોને બચાવી લીધા છે. હાલમાં, સોલન જિલ્લામાં હાજર ટિમ્બર ટ્રેલ (કેબલ-કાર)માંથી 6 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. બાકીનાને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

અમે નીચે ઉતારવાની સ્થિતિમાં નથી: પ્રવાસીઓ
એસપી સોલન વીરેન્દ્ર શર્માએ જણાવ્યું કે લગભગ 1:30 વાગ્યે પરવાનૂના TTRમાં ટેકનિકલ સમસ્યાને કારણે રોપ-વે અધવચ્ચે ફસાઈ ગઈ હતી. ફસાયેલા પ્રવાસીઓએ જણાવ્યું છે કે તેઓ રિસોર્ટમાં જઈ રહ્યા હતા, ટેકનિકલ સમસ્યાના કારણે રોપ-વેમાં ફસાઈ ગયા છે, તેમનું કહેવું છે કે રેસ્ક્યુ ટ્રોલી દ્વારા તેમને નીચે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ લોકો ઉતરવાની સ્થિતિમાં નથી.

મુખ્યમંત્રી જયરામ ઠાકુર ઘટનાસ્થળે જવા રવાના થયા
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટ્વીટ કરીને માહિતી આપી. તેમણે કહ્યું કે સોલનના પરવાનુ ટિમ્બર ટ્રેલમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા જ હું જાતે ઘટનાસ્થળે જઈ રહ્યો છું. વહીવટીતંત્ર સ્થળ પર છે. NDRF અને વહીવટીતંત્રની મદદથી ટૂંક સમયમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે.

અગાઉ ઝારખંડમાં સર્જાયો હતો રોપવે અકસ્માત
બે મહિના અગાઉ ઝારખંડમાં પણ આ જ પ્રકારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝારખંડનાં સૌથી ઊંચા રોપવે(Rope way) પર ટ્રોલી(Trolley) એક બીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને 49 લોકો હવામાં ફસાયા છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં એનડીઆરએફની ટીમની સાથે ભારતીય સેનાના જવાનોની પણ મદદ લેવામાં આવી હતી. અકસ્માતનાં 20 કલાક બાદ પણ તમામ લોકોને બચાવવામાં સફળતા મળી ન હતી. જો કે અંતે 46 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ આકાશી અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top