Business

કેનેડાના સાંસદોને પન્નુ માટે આટલો જ પ્રેમ હોય તો ત્યાંના ચાર રસ્તા ઉપર તેની પ્રતિમા બનાવે

અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોનું કહેવું છે કે જો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ કરવામાં નહીં આવે તો ભારત અને અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી શકે છે. એક સંયુક્ત નિવેદનમાં પાંચ ભારતીય મૂળના સાંસદો એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે શુક્રવારે મોડીરાત્રે કહ્યું હતું – આ ખૂબ જ ગંભીર બાબત છે. ભારતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવું ફરી ક્યારેય નહીં બને. ચેતવણી આપતાં તેમણે કહ્યું- ભારતે અમેરિકાની ધરતી પર આવા ષડયંત્ર ફરી ન ઘડવા જોઈએ અને તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવો જોઈએ. ભારતીય મૂળના આ પાંચ સાંસદને શુક્રવારે પન્નુ કેસ સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

અમેરિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા આયોજિત આ વિશેષ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે નિખિલ ગુપ્તા પન્નુની હત્યાના કાવતરાનો આરોપી છે.ખરેખરમાં 29 નવેમ્બરના રોજ અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી, જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. એમાં લખ્યું છે – ભારતના એક પૂર્વ CRPF ઓફિસરે તેને પન્નુની હત્યાનો પ્લાન ઘડવા કહ્યું હતું.

ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે એક ભારતીય અધિકારીના નિર્દેશ પર નિખિલે પન્નુની હત્યા માટે એક અપરાધીનો સંપર્ક કર્યો હતો, પરંતુ ખરેખરમાં તે અમેરિકન એજન્ટ હતો. આ એજન્ટે નિખિલનો પરિચય અન્ય ગુપ્ત અધિકારી સાથે કરાવ્યો, જેણે પન્નુની હત્યા કરવાની વાત કરી. આ માટે લગભગ 83 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી. પન્નુ કોઇ સમાજ સેવક નથી. કેનેડાના વિકાસમાં પન્નુએ કોઇ મોટો ફાળો આપ્યો હોય તેવું પણ ધ્યાનમાં આવ્યું નથી કે એવું કોઇ ઉદાહરણ નથી. તો શા માટે કેનેડાના સાંસદોને શા માટે ગુરુપતવંતસિંહ પન્નુ ઉપર આટલો પ્રેમ ઉભરાઇ આવ્યો છે. અને જો કેનેડાના આ સાંસદો અને પન્નુ વચ્ચે એક દૂજે કે લિયે જેવો પ્રેમ હોય તો દરેક ચાર રસ્તા ઉપર પન્નુનું પૂતળું મૂકવું જોઇએ.

તેઓ પન્નુ માટે તેમનો પ્રેમ દર્શાવવાની પરાકાષ્ઠા ઉપર પહોંચી જાય તો પણ ભારતીયોને કોઇ જ વાંધો નથી. પરંતુ ભારતના સ્વમાન ઉપર હુમલો કરાશે તો તે કોઇ કાળે સાંખી લેવામાં નહીં આવે તે વાત અરીસા જેવી સ્પષ્ટ છે. પન્નુમાં જો એટલી હિંમત હોય તો ભારતમાં આવીને તેની ધાર્મિકના નામે ચાલતી રાજકીય લડત ચલાવી બતાવે. તે ભારત વિરૂદ્ધ ઝેર ઓકવાની એકપણ તક છોડતો નથી. તેનું ઉદાહરણ એ છે કે,  સંસદ પર આતંકવાદી હુમલાના 22 વર્ષ બાદ ખાલિસ્તાની આતંકવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુ ફરી એકવાર સુરક્ષા ચૂકના કેસમાં એન્ટ્રી થઈ છે. આતંકવાદી પન્નુએ સંસદમાં ઘૂસણખોરીના કેસમાં ધરપકડ કરાયેલ મહિલા સહિત ચાર આરોપીઓને કાયદાકીય સહાયની ઓફર કરી છે. તેણે આ મામલે એક સંદેશ જાહેર કર્યો છે. પરંતુ પન્નુએ સમગ્ર મામલામાં તેની સંડોવણી અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આતંકવાદી પન્નુએ સંદેશમાં કહ્યું છે કે સંસદ હુમલાની વર્ષગાંઠ પર તે સંસદની સુરક્ષાનું ઉલ્લંઘન કરનારા ચારેય પુરૂષ- મહિલાને 10 લાખ રૂપિયાની કાનૂની સહાય આપશે. પરંતુ આ દરમિયાન 5 ડિસેમ્બરે જાહેર કરેલા તેના નિવેદન અને બુધવારે સંસદ સુરક્ષામાં ચૂક મામલે તેમની સંડોવણી વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સંદેશમાં તેણે લખ્યું છે- તો ખરેખરમાં ભારતીય સંસદના પાયાને હચમચાવી દીધો છે. સેલ્ફ ડિફેન્સ માટે શસ્ત્રોથી સજ્જ હોવું જરૂરી છે. તેણે કેનેડા અને અમેરિકામાં શરૂ કરાયેલ જનમત અભિયાનને 26 જાન્યુઆરી, 2024થી ભારતમાં પણ શરૂ કરવાની બીજી ધમકી આપી છે. નોંધનીય છે કે આતંકવાદી પન્નુએ 5 ડિસેમ્બરે એક ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે 22 વર્ષ પહેલા અફઝલ ગુરુ દ્વારા ભારતીય સંસદ પર હુમલાની જેમ જ 13 ડિસેમ્બર 2023ના રોજ હુમલાની વાત કરી હતી. પન્નુએ 5 ડિસેમ્બરે જાહેર કરેલા સંદેશમાં કહ્યું હતું – શું ભારત તેમની હત્યાના મોદી સરકારના કાવતરા અંગે SFJની 13 ડિસેમ્બરની પ્રતિક્રિયાનો સામનો કરવા માટે તૈયાર છે?

13 ડિસેમ્બર 2001ના રોજ અફઝલ ગુરુ સંસદમાં પહોંચ્યા અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. હવે તે 13 ડિસેમ્બરે નિષ્ફળ હત્યાનો જવાબ આપશે. પન્નુએ ધમકી આપી હતી કે 13 ડિસેમ્બરના રોજ મારી પ્રતિક્રિયા 2001માં કાશ્મીરીઓની હત્યાઓ સામે અફઝલ ગુરુના પ્રતિકારથી વિપરીત હશે, પરંતુ તેમ છતાં તે ભારતની સંસદના પાયાને હચમચાવી નાખશે. હવે પન્નુનું ચારિત્ર્ય સમાજ સેવાનું નથી તે તો તેના સંવાદ અને વિચાર પરથી જ ખબર પડી જાય છે તેમ છતાં કેનેડાના ભારતીય મૂળના સાંસદો શા માટે તેના માટે આટલો પ્રેમ ધરાવે છે તે વાત સમજની બહારની છે.

Most Popular

To Top