SURAT

ઈચ્છાપોર ભાઠાની બોબી કોલોનીમાં લાગી આગ: ઘર વખરીનો સમાન બાળીને ખાખ

સુરત : ઇચ્છાપોર (Ichchapore) મેઈન રોડ ઉપર આવેલ બોબી કોલોનીના (Bobby Colony) બે મકાનોમાં મોડી સાંજે આગ (Fire) લાગવાનો બનાવ બન્યો હતો.ઘટના બનતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી.જેને લઇને અડાજણ અને પાલનપૂર ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.અને આગ ઓલાવવાની જહેમતમાં લાગી ગયો હતો.જોકે આગ લાગવથી બને મકાનોનો ઘર વખરીનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો.તો આગમાં કોઈ પણ જાન હાનિ થઇ ન હોવાની જાણકારી ફાયર વિભાગના સૂત્રો એ જણાવ્યુ હતું.

ફાયર વિભાગ તુરંત જ રેસ્ક્યુ કરવા ઘટના સથળે પહોંચ્યું
બોબી કોલોનીના રહીશોએ આગની ઘટનાને લઇ ફાયર વિભાગને જાણકારી આપી હતી.જેથી અડાજણ ફાયર વિભાગ અને પાલનપુર ફાયર કાફલાની સાતથી આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ફાયર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે,બને મકાનોમાં આગ ખુબ જ જલ્દીથી પ્રસરી અહીં હતી જોકે ફાયર વિભાગ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હોવાથી તેમને તુરંત આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.આગને કારણે બને ઘરોમાં ઘર વખરીના સમાનને નુકશાન પહોંચ્યું હતું અને બધો સમાન બળીને ખાખ થઇ ગયો હતો. \

ઘટનામાં જન હાનિ થઇ ન હતી
આગ લાગવાની ઘટનાને લઇ બોબી કોલોનીમાં ભાગ-દોડ મચી ગઈ હતી.મકાનમાં રહેતા દરેક સભ્યો બહાર નીકળી ગયા હતા.તેઓ આગ ઓલવવાની કવાયતમાં પણ લગી ગયા હતા.પણ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ત્યારબાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી જતા તુરંત જ આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.અને આગમાં કોઈપણ જાન હાનિ ન થતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

સિટીલાઈટમાં બુટ-ચપ્પલની દુકાનમાં આગ
સુરત: શહેરના સિટીલાઇટ ખાતે અશોક પાનની બાજુમાં આવેલી શુ-માર્ટ નામની બુટ-ચપ્પલની દુકાનમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટના અંગે ફાયરમાં જાણ કરાતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ સિટીલાઈટ વિસ્તારમાં આવેલી શુ-માર્ટની દુકાનમાં સોમવારે સવારે અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં જ સ્થાનિકોએ ફાયર વિભાગમાં કોલ કરી ઘટના અંગે જાણ કરી હતી. જેથી મજૂરા અને વેસુ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી. થોડા જ સમયમાં આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી. પરંતુ આગની લપેટમાં આવવાથી બુટ-ચપ્પલનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Most Popular

To Top