Business

Hyundai Exter: ભારતની પ્રથમ મિની SUV થઇ લોન્ચ, 6 એરબેગ, 40થી વધુ સેફ્ટી ફીચર્સ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક હ્યુન્ડાઈએ (Hyundai) આખરે સૌથી સસ્તી SUV Hyundai Exter વેચાણ માટે આજે લોન્ચ (Launch) કરી છે. તે કંપનીના પોર્ટફોલિયોમાં હાલમાં વેન્યુ (Venue) કારની નીચે છે. આ SUVને કુલ પાંચ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિન સાથે આ SUVની પ્રારંભિક કિંમત 5.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ SUVની બુકિંગ શરૂ કરી દીધી છે અને તેની ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે તેમાં 40થી વધુ સેફ્ટી ફીચર્સ છે, જેમાં 6 એરબેગએ તેનું મહત્વનું

40થી વધુ સેફ્ટી ફિચર્સ
Hyundai Exter 26થી વધુ સલામતી સુવિધાઓથી સજ્જ છે, જે તમામ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. તે ESC (ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ), VSM (વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ) અને HAC (હિલ આસિસ્ટ કંટ્રોલ) જેવી સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ મેળવે છે. વધુમાં Hyundai Exterને 3-પોઇન્ટ સીટ બેલ્ટ અને તમામ સીટો માટે સીટબેલ્ટ રીમાઇન્ડર, કીલેસ એન્ટ્રી, એન્ટી-લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), રીઅર પાર્કિંગ સેન્સર્સ, ESS અને ઘણા બધા ફીચર્સ મળે છે. Hyundai EXTER 40 થી વધુ અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. જેમાં હેડલેમ્પ એસ્કોર્ટ ફંક્શન, ઓટો હેડલેમ્પ્સ, ISOFIX, રિયર ડિફોગર અને રિયર પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે. વધુમાં Hyundai EXTERમાં ડ્યુઅલ કેમેરા સાથે ડેશકેમ, TPMS (હાઈલાઈન) અને બર્ગલર એલાર્મ જેવી સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ પણ જોવા મળે છે.

કેવું છે લુક અને ડિઝાઇન?
Hyundai Exter SUVને બોક્સી લુક અને ડિઝાઇન આપવામાં આવી છે, જે એકદમ ટ્રેન્ડી લાગે છે. તેના આગળના ભાગમાં પેરામેટ્રિક ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે જે આ SUVને આધુનિક આકર્ષણ આપે છે. તેના આગળના ભાગમાં એચ-શેપ સિગ્નેચર LED ડે-ટાઇમ-રનિંગ લાઇટ ડીઆરએલ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને સ્પોર્ટી સ્કિડ પ્લેટ્સ છે. આ સ્કિડ પ્લેટો કારના વ્હીલ્સની ઉપર પણ દેખાય છે. સાઇડ પ્રોફાઇલ પર આવતાં તે બ્લેક આઉટ વ્હીલ કમાનો અને સાઇડ સિલ ક્લેડીંગ સાથે ડાયમંડ કટ એલોય વ્હીલ્સથી શણગારવામાં આવે છે. Hyundai EXTERમાં ફ્લોટિંગ રૂફ ડિઝાઈન પણ છે જેને પેરામેટ્રિકલી ડિઝાઈન કરેલા C-પિલર ગાર્નિશ અને સ્પોર્ટી બ્રિજ પ્રકારની છત રેલ્સ સાથે વધુ વિસ્તૃત કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ SUV ઘણા લોકોને તેના વેચાણ માટે આકર્ષશે.

સનરૂફ સાથે આ પાંચ ટોપ મોડલ
આ એસયુવીમાં જે સનરૂફ આપવામાં આવી રહી છે તે વોઈસ-સક્ષમ છે અને આ સનરૂફ ‘Open Sunroof’ અથવા ‘I want to see the sky’ જેવા આદેશો આપવા પર તરત જ સનરૂફ ખૂલે છે. કંપની આ SUVને નવા રંગમાં રજૂ કરી રહી છે, જેને કંપનીએ ‘રેન્જર ખાકી’ નામ આપ્યું છે. આ પેઇન્ટ સ્કીમ ભારતમાં પહેલીવાર એક્સ્ટર સાથે ઓફર કરવામાં આવી રહી છે. Hyundai Exter કુલ પાંચ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે. જેમાં ટોચના મોડલ તરીકે EX, S, SX, SX(O) અને SX(O) Connectનો સમાવેશ થાય છે. તેના ટોપ વેરિઅન્ટમાં કેટલીક કનેક્ટેડ કાર ફીચર્સ પણ જોવા મળશે. બજારમાં આવ્યા પછી આ SUV મુખ્યત્વે ટાટા પંચ, રેનો કિગર, નિસાન મેગ્નાઈટ જેવા મોડલ સાથે સ્પર્ધા કરશે.

Most Popular

To Top