Sports

ઓસ્ટ્રેલિયાની સામે શરૂ થયેલી સાનિયા મીર્ઝાની ટેનિસ કેરિયર તેની સામે જ પૂરી થશે

નવી દિલ્હી: હૈદરાબાદની (Hyderabad) રહેનારી, 6 વર્ષની ઉંમરથી ટેનિસ રમનારી તેમજ ભારતને ગૌરવ અપાવનારી ટેનિસ પ્લેયર (Tennis player) સાનિયા મીર્ઝાએ શુક્રવારના રોજ એક મોટું નિવેદન આપ્યું છે. અગાઉ સાનિયા અંગે તે છેલ્લી મેચ (Match) કયારે રમશે તેમજ કોની સામે રમશે તે અંગે ધણી અટકળો થતી હતી પરંતુ આજરોજ સાનિયાએ પોતાના રિટાયરમેન્ટની (Retirement) વાત કહી હતી. સાનિયાએ કહ્યું છે કે 16 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી મેચ તેની છેલ્લી મેચ હશે. આ અંગેની જાણકારી તેણે એક ટ્વિટ દ્વારા આપી છે. આ અગાઉ સાનિયાએ કહ્યું હતું કે WTA 1000 દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપ પછી તે રિટાયરમેન્ટ લેશે. જણાવી દઈએ કે આ મેચ 19 ફેબ્રુઆરીના રોજથી શરૂ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે સાનિયા કઝાકિસ્તાનની એના ડેનિલિના સામે ઓસ્ટ્રેલિયા ઓપન 2023માં મહિલા ડબલ્સ ઈવેંટમાં રમશે.

36 વર્ષીએ સાનિયાએ વઘુમાં કહ્યું કે હવે તે પોતાના પુત્ર સાથે સમય વ્યતિત કરવા માગે છે. તેણે કહ્યું કે 30 વર્ષ પહેલા હૈદ્રાબાદની એક 6 વર્ષની છોકરી ટેનિસ કોર્ટમાં પ્રથમવાર ગઈ અને કોચે તેને ટેનિસ કેવી રીતે રમવું તે અંગે જણાવ્યું. તે સમયે મને લાગ્યું કે આ રમત રમવા માટે હું ખૂબ જ નાની છું અને ત્યારથી મારા સપનાની લડાઈ શરૂ થઈ ગઈ. તેણે કહ્યું મારા સફળ થવા પાછળ મારા માતા-પિતા, બહેન, મારો પરિવાર, મારા કોચ તેમજ મારી સંપૂર્ણ ટીમનો હું આભાર માનું છું તેઓ વગર આ સંભવ ન હતું. તેઓ મારા તમામ મારા સારા-નરસા, સુખ દુખ તમામમાં મારી સાથે રહ્યાં. આ માટે હું તમામનો આભાર વ્યકત કરવા માગું છું. આ તમામ લોકોએ હૈદ્રાબાદની 6 વર્ષની નાની છોકરીને ન માત્ર સપના જોવાની હિમ્મત આપી પણ સાથે તે સપના પૂરા કરવા માટે પણ મદદ કરી. જણાવી દઈએ કે સાનિયાએ 2005માં ઓસ્ટ્રેલિયા ઓપન સામે મેચ રમી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને પોતાની અંતિમ મેચ પણ તે ઓસ્ટ્રેલિયા સામે જ રમી રહી છે.

Most Popular

To Top