National

પશ્ચિમ બંગાળમાં રવિવારના રોજ બોમ્બ બ્લાસ્ટ, 4 લોકો ધાયલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારના (Sunday) રોજ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયા અંગેની માહિતી મળી આવી છે. આ વિસ્ફોટમાં જાનહાનિની જાણકારી મળી આવી નથી. તેમજ જે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો ત્યાં વઘુ ભીડ પણ ન હતી. આ બ્લાસ્ટ પછી પશ્ચિમ બંગાળ હચમચી ગયું હતું. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટનામાં 4 લોકો ધાયલ થયાં છે. તેમજ એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. ધાયલ થયેલ તમામને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતાં.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં શનિવારની રાત્રિએ એક જગ્યાએ લગ્ન હતાં. મંડપમાં સંગીત વગાડવામાં આવતા કેટલાક લગ્નમાં હાજર રહેલા લોકો અને સ્થાનિક રહેવાસી વચ્ચે માથાકૂટ થઈ હતી. આ ઉપરાંત રવિવારે વહેલી સવારે મેરેજ હોલની સામે કેટલાક ક્રૂડ બોમ્બનાં જોરદાર વિસ્ફોટ થયા હતા, જેમાં લગ્નના ચાર મહેમાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ઘટના સંદર્ભે પાંચ લોકોની અટકાયત પણ કરી હતી.

પોલીસ જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતાં જયાંથી તેઓને બે બોમ્બ મળી આવ્યા છે. આ ઘટના સામે આવતા જ રાજકીય ધમાસાણ પણ શરૂ થઈ ગયો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર 2023 માં પંચાયત ચૂંટણી પહેલા રાજ્યભરમાં બોમ્બ “સંગ્રહ” કરવાનો આરોપ મૂક્યો છે. જો કે ટીએમસીએ બીજેપીના આ તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું કે ભાજપ “ખોટા” આરોપો કરી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે પત્રકારોને જણાવ્યું હતું કે સ્થાનિક ટીએમસી નેતાઓએ આ વિસ્તારમાં બોમ્બ “સંગ્રહિત” કર્યા છે અને જ્યારે પણ વિવાદ થાય છે, ત્યારે શાસક પક્ષના બદમાશો દ્વારા બોમ્બ ફેંકવામાં આવે છે. આ ઉપરાંત ટીએમસીના રાજ્ય એકમના પ્રવક્તા જય પ્રકાશ મજુમદારે કહ્યું, “ભાજપ ટીએમસી પર ખોટા આરોપો લગાવી રહી છે. અમારા લોકો આવી ઘટનાઓમાં સંડોવાયેલા નથી.”

Most Popular

To Top