SURAT

સચિનના વાંઝ ગામમાં હેલ્મેટધારી બાઈક સવાર લુંટારુઓ બેન્કમાં ત્રાટકયા : 13 લાખથી વધુની લૂંટ

સુરત(Surat) : સચિનના (Sachin) વાંઝ (Vanz) ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર (BankOfMaharashtra) ખુલતાની સાથે જ પાંચ હેલ્મેટધારી લૂંટારાઓ (Robbers) પિસ્તોલની (Pistol) અણીએ 13 લાખની લૂંટ (Robbery) ચલાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બેંકમાં ઘૂસી કર્મચારીઓને બંદૂકના નાળચે બંધક બનાવી લૂંટ ચલાવાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો (SuratCityCrimeBranch) સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ બેંક પર દોડી ગયા હતા.

  • સચીનમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રની શાખામાં ફિલ્મી ઢબે લૂંટ
  • બાઈક પર આવેલા પાંચ હેલ્મેટધારી લૂંટારા ત્રાટક્યા
  • બંદૂકની અણી પર કર્મચારીઓને બંધક બનાવ્યા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સચિનના વાંઝ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રની શાખામાં બની હતી. બે મોટર સાયકલ પર આવેલા પાંચ અજાણ્યા ઈસમોએ ધોળા દિવસે હેલ્મેટ પહેરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારૂઓ બેંકમાં પ્રવેશતા હોવાના સીસીટીવી સામે આવ્યાં છે. જેમાં બે બાઈક પર આવેલા પાંચ જેટલા લૂંટારૂઓ માથે હેલ્મેટ પહેરીને બેંકમાં પ્રવેશીને લૂંટ ચલાવતા હોવાનું દેખાય રહ્યું જોવાનું જાણવા મળ્યું છે.

ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડતી થઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. લૂંટ માટે આવેલા લુટારુઓ સીસીટીવીમાં થયા કેદ હતાં. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર લૂંટની તપાસમાં એસઓજી, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર લૂંટ બંદૂકની અણીએ લૂંટની ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા સમય પહેલાં સુરત જિલ્લામાં પણ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ થઈ હતી.

બેંકના મેનેજરે કહ્યું કે, માથે હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ બંદૂક બતાવીને તમામના મોબાઈલ ફોન બંધ કરાવી દીધા હતાં. બાદમાં તમામ કસ્ટમર અને કર્મચારીઓને બાથરૂમમાં બંધ કરી દીધા હતા. સાથે જ ધમકીઓ આપી હતી. જેથી તમામ લોકો ખૂબ જ ડરી ગયાં હતાં. બાદમાં કેશ કાઉન્ટર પર રહેલા 13 લાખથી વધુની રકમની લૂંટ ચલાવવામાં આવી હતી.

સુરત શહેર જિલ્લામાં રેડ એલર્ટ, નાકાબંધી
ડીસીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે ઘટના આજે સવારે 11:30 વાગ્યે બની હતી. બે બાઇક ઉપર 5 અજાણ્યા ઈસમો જેમાં ચાર જણા એ હેલ્મેટ પહેર્યા હતા અને એક ઇસમ બુકાનીધારી હતો. આ ઈસમોએ બેકના કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવી બેન્કમાંથી 14 લાખ ની લૂંટ ચલાવી છે. સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ અને નાકા બંધી કરી દેવામાં આવી છે. વાહન ચેકિંગ શરૂ કરી દેવાયું છે. CCTV અને સર્વેલન્સની ટીમને કામગીરી સોંપી દેવામાં આવી છે. લૂંટારુઓને ઝડપથી પકડી લેવાની દિશામાં પોલીસ કામગીરી કરી રહી છે.

Most Popular

To Top