National

હેમંત સોરેનની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, ઝારખંડ બંધ

રાંચી: હેમંત સોરેનની (Hemant Soren) ધરપકડ બાદ હવે તમામની નજર ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનના રાજ્યાભિષેક (Coronation) પર છે. જેએમએમએ ચંપાઈ સોરેનને (Champai Soren) રાજ્યના આગામી સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. હેમંત સોરેનના રાજીનામા (Resignation) બાદ ચંપાઈએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે રાજ્યપાલને 43 ધારાસભ્યોના સમર્થન પત્રો પણ સોંપ્યા છે.

હેમંત સોરેનની ઈડી દ્વારા જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાજભવન પહોંચ્યા બાદ હેમંતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જેને રાજ્યપાલે સ્વીકારી લીધું હતું. આ પહેલા મંગળવારે હેમંત સોરેન 40 કલાક પછી અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા. સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી. અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યોને મળ્યા. આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી.

ચંપાઈ સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો
ધરપકડ બાદ ઝારખંડના સીએમ હેમંત સોરેને પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ ચંપાઈ સોરેને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ચંપાઈએ દાવો કર્યો છે કે તેમની સાથે 47 ધારાસભ્યો છે. ત્યાર બાદ ઘણા ધારાસભ્યો રાંચીની સરકારી હોટલમાં રોકાયા છે.

હેમંતની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી
હેમંતે બુધવારે સાંજે ઝારખંડ હાઈકોર્ટમાં ED સમન્સ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેની સુનવણી આજે ગુરુવારે સવારે 10:30 વાગ્યે થશે. જ્યાં સુધી અરજી કરવામાં આવી ન હતી ત્યાં સુધી તેની ધરપકડ કરવામાં આવી ન હતી. અરજીમાં હેમંતે કહ્યું કે તપાસમાં મદદ ન કરવા બદલ એજન્સી તેની ધરપકડ કરી રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અરજી મુજબ કોઈની ધરપકડ કરી શકાય નહીં.

હેમંત સોરેને ટ્વીટ કરી
ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, ‘જો મારી ધરપકડ કરવામાં આવે તો, સાવચેતીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી, મેં ચંપાઈ સોરેનને વિધાનસભા પક્ષના નેતા તરીકે નોમિનેટ કરવાનો નિર્ણય લીધો છે.’

ભાજપ લોકશાહીનો નાશ કરી રહી છે-રાહુલ ગાંધી
હેમંત સોરેનની ધરપકડ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ED, CBI અને IT હવે સરકારી એજન્સીઓ નથી રહી પરંતુ ભાજપની ‘વિપક્ષ મિટાઓ સેલ’ બની ગઇ છે. ભ્રષ્ટાચારમાં ડૂબી ગયેલી ભાજપ સત્તાના આધારે લોકશાહીને નષ્ટ કરવાનું અભિયાન ચલાવી રહી છે.

Most Popular

To Top