Madhya Gujarat

લાચિયો તલાટી ઝડપાયો: મહીસાગર એસીબી એ ૭ હજારની લાંચ લેતા તલાટી કમમંત્રીને રંગે હાથ ઝડપ્યો.

મહીસાગર ACBએ લાચિયા તલાટી કમમંત્રી ને 7 હજારની લાંચ લેતા રંગે હાથે છટકું ગોઠવીને ઝડપી પાડ્યો છે. આરોપી પિયુષ મંગળભાઇ  પટેલ ઉ.વ.49  જે તલાટી કમમંત્રી  રાજગઢ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે અને  હાલ તે જયશ્રીનગર  સોસાયટી વરધરી રોડ લુણાવાડા ખાતે રહે છે અને મુળ રહેવાસી ગોલાના પાલ્લા  લુણાવાડા  નો છે જેને અરજદાર પાસે 7 હજારની લાંચ માગી હતી જેને છટકું ગોઠવી લુણાવાડા સ્વામીનારાયણ મંદિર સામે, રાજ જનરલ સ્ટોર્સ  કલર ઝેરોક્ષ  વરધરી  રોડ લુણાવાડા ખાતેથી છટકું ગોઠવી ઝડપી પાડ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદીના  પિતાના નામે એક માળનુ પાકુ મકાન આવેલુ છે.જે મકાન ઉપર IDFC FIST BANK લુણાવાડા ખાતેથી  રૂ.7,00,000/- ની મોર્ગેજ  લોન મંજુર થયેલ હતી જેથી IDFC FIST BANK દ્રારા રૂ.7,00,000/-ના બોઝાવાળી મકાનની આકારણીની માંગણી કરી હતી જે  આકારણી કરી  આપવા  માટે  ફરીયાદી પાસે તલાટીએ રૂ.7000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ  મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.7,000/- ની લાંચની માંગણી કરી લાંચના  નાણાં પંચ-1 ની  હાજરીમા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. એસીબી દ્વારા આરોપી તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top