Gujarat

અંબાજીમાં જળબંબાકાર, ખેરાલુના 20 ગામો સંપર્કવિહોણા થયા

ગુજરાત : રાજ્યમાં આજે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા પાટણ સહિતના જિલ્લાઓમાં દિવસભર ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 167 તાલુકા જળબંબોળ થઈ ગયા છે. સૌથી ખરાબ હાલત મહેસાણાની છે. ખેરાલુમાં 20 ગામો સંપર્કવિહોણા થયા છે. જ્યારે અંબાજીમાં (Ambaji) જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સાબરકાંઠા જિલ્લામાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. તાલોદ અને ઈડરમાં સાડાપાંચ ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. આ સાથે લુણાવાડા તથા વીરપરમાં પણ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. માણસાનું ઈટાદરા ગામમાં પાણી ફરી વળ્યું હતું. જેમાં પાણી લોકોના ઘરોમાં ધુસી ગયું હતું.

જુનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી મેધમહેર થઈ રહી છે. જિલ્લાના માણાવદર, વંથલી, માળિયા હાટીના, કેશોદ, વિસાવદર, ભેંસાણા, મેંદરડા સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. જિલ્લાની ધૂંધવી નદીમાં પૂર પણ આવ્યું હતું. જેના કારણે પાણી માણાવદર તાલુકાના જીંજરી ગામમાં ધૂસી ગયું હતું. ગામમાં પાણી ધૂસી જવાથી 6 પશુઓના મોત થયા હતા.

ખેરાલુમાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
મહેસાણાના ખેરાલુમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં 3 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના લીધે ખેરાલુ શહેરના માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. અહીંના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. ખેરાલુ પથંકના 20થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓજત નદીમાં નવા નીર આવ્યા
જુનાગઢમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓજત નદીમાં નવા નીર આવ્યા હતા. જેના કારણે નદીનું પાણી કેટલાક ગામોમાં પાણી ધૂસી ગયું હતું. નદીનું પાણી ગામોમાં ધૂસી જતા લોકોને સ્થળાંતર કરવુ પડ્યું હતું. જેના માટે JCBની મદદ લેવામાં આવી હતી. હાલ જુનાગઢના ઘેટ પંથકની પરિસ્થિતિ ખુબજ ખરાબ છે. માલધારીઓ પોતાના પશુઓને સહીસલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરી હતી.

તલોદ અને ઈડરમાં ભારે વરસાદ વરસ્યો
સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તલોદ અને ઈડરમાં ભારે વરસાદ વરસ્યો હતો. જો વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 167 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સાબરકાંઠાના ઈડરમાં 146 એમએમ, તલોદમાં 133 એમએમ, લુણાવાડામાં 129 અમેએમ, પ્રાંતિજમાં 99 એમએમ, વિજાપુરમાં 97 એમએમ, ખેરાલુમાં 94 એમએમ, મહીસાગરના વીરપરમાં 127 એમએમ, અરવલ્લીના ધનસુરામાં 110 એમએમ, બનાસકાંઠાના દાંતામાં 104 એમએમ, મહેસાણાના વીસનગરમાં 100 એમએમ વગેરે વરસાદ નોંધાયો હતો.

અંબાજી પંથકમાં સવારથી ભારે વરસાદ
અંબાજી પંથકમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. આ સાથે અંબાજી નજીક આવેલ સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ એવું કોટેશ્વર ધામ આવેલ છે. જ્યાં ભારે વરસાના કારણે સરસ્વતી નદિમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ સાથે કોટેશ્વર ધામ મહાદેવના મંદિર નજીકના ચાર કુંડ છલકાયા હતા.

વીરપુરમાં વરસાદના કારણે લાવેરી નદીનું પાણી રસ્તા પર ફરી વર્યું
મહિસાગર જિલ્લાના વીરપુરમાં વરસાદના કારણે લાવેરી નદીનું પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગાંધીનગરમાં આવલે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામમાં માલધારીની ત્રણ ભેંસો તણાઈ ગઈ હતી. જેમાંથી બે ભેંસોને બચાવી લેવામાં આવી જ્યારે એકનું ડુબી જવાથી મોત થયું હતું. આ સાથે ઊંઝામાં સવારથી વરસી રહેલા વરસાદને કારણે બસમાં જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top