Gujarat

મોરબીની ઘટનાથી આજે ગુજરાત શોકમાં ડુબેલુ છે, ભારે હ્રદયે બનાસકાંઠામાં આવ્યો છું : મોદી

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના થરાદ ખાતે રૂ.8034 કરોડના વિવિઘ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કર્યુ હતું. પીએમ મોદીએ થરાદમાં જનસભાને સંભાને સંબોધન કરતાં કહયું હતું કે મોરબીની (Morbi) દુર્ધટનાના કારણે આજે ગુજરાત (Gujarat) શોકમાં ડુબેલુ છે. દેશવાસીઓ પણ ખૂબ દુખી થયા છે. મોરબીમાં ગઇકાલે સાંજે જે ભંયકર દુર્ઘટના બની તેમાં આપણા સ્વજનોએ,નાનાનાના ભુલકાઓએ જીવ ગુમાવ્યા.

ગુજરાત અને મોરબીમાં આવેલ આ દુખના સમયે સૌની સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમ મોરબીમાં શક્ય તેટલા તમામ રાહતના કામ કરી રહ્યા છે. ગઇકાલે કેવડિયાથી સીઘા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર મોરબી પહોંચ્યા હતા અને રાહત અને બચાવની કામગીરીની કમાન સંભાળી હતી. હું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સતત સંપર્કમાં છું. મોરબીમાં દુખદ ઘટનાના સમાચાર મળતા NDRF, લશ્કરના જવાનો, વાયુસેનાના જવાનો પણ બચાવ કામમાં લાગ્યા છે. આજે બનાસકાંઠામાં અંબા માતાની ઘરતીથી હું ગુજરાતના લોકોને ફરી વિશ્વાસ આપવા માંગુ છું કે આ વિકટ સ્થિતિમાં સરકાર તરફથી કોઇ કસર બાકી નહી રહે.

મોરબીની દુર્ધટનાના કારણે ભાવુક થયેલા પીએમ મોદીએ કહયું હતું કે, મોરબીના સમાચાર સાંભળી મન ઘણુ વ્યથીત હતું. હું દુવિધામાં હતો કે વિકાસના કામો ઘણા મહત્વના છે કરુ કે ન કરુ પરંતુ પ્રજાનો પ્રેમ અને કર્તવ્ય થી બંધાયેલો છું તેના કારણે મન મજબૂત કરીને ભારે હ્રદયે બનાસકાંઠાની પ્રજા વચ્ચે આવ્યો છું. ગુજરાતના આપણા લોકો મુશ્કેલીમાં જ મોટા થયા છે. 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડયો હોય,ભયંકર ભુકંપનો સામનો કર્યો પરંતુ ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પરેસવાની પરાકાષ્ઠા કરી આજે ગુજરાત અને બનાસકાંઠાનો વિકાસ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જયારે ગુજરાતની પ્રજાએ જવાબદારી આપી ત્યારે પાણી પર પુરતુ કામ કર્યુ જેમાં વરસાદનું પાણી દરિયામા ન જાય, ચેક ડેમ બને, તળાવ ઉંડા થાય, સુજ્જલામ સુફલામ યોજના પર કામ કર્યુ પણ આ સુજ્જલામ સુફલામ યોજનાના કામ અંગે કોંગ્રેસના મિત્રો પણ કહેતા કે અમને ખેતરમાં પાણી મળશે તેવો વિચાર પણ ન હતો.

તેમણે વધુમાં કહયું હતું કે પહેલા હું જ્યારે પાણી અંગે જાગૃતતા લાવવા કહેતો ત્યારે લોકો કહેતા કે ચા વહેચવા વાળાને શું ખબર પડે ખેતીની. પણ પાણીની જાગૃતી માટે મહેનત ચાલુ રાખી લોકોએ મારી વાત માની અને આજે બનાસકાઠામાં ટપક સિંચાઇએ આખા દેશનું ધ્યાન ખેચ્યુ છે. આજે બનાસકાંઠા વિકાસની નવી ગાથા લખી રહ્યું છે, આજે બનાસકાંઠાની ચાર લાખ હેકટર જમીન ટપક સિંચાઇ કે સુક્ષમ સિંચાઇ થી કામ કરી રહી છે.

મોદી સાહેબે સુજ્જલામ સુફલામ યોજના અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાજસ્થાનના તે સમયના મુખ્યમંત્રીએ મને લેખિતમાં પત્ર લખી સુજ્જલામ સુફલામ યોજનાનો વિરોઘ કર્યો હતો પરંતુ મે તેમને કહ્યું કે મારા બનાસકાંઠા માટે સુજ્જલામ સુફલામ યોજના કરી ને જ રહીશ. ખેડૂતોને ફર્ટીલાઇઝરનો લાભ મળે તે માટે મહત્વનું કામ કરી રહ્યા છીએ. હવે એક જ નામથી ફર્ટિલાઇઝર મળશે જેનું નામ છે ભારત. વિદેશમાંથી જે યુરિયા લાવવામાં આવે છે તે એક બોરી યુરિયા 2 હજાર કરતા વધુ કિંમતે આવે છે પરંતુ આપણા ખેડૂતોને આપણે 260 રૂપિયામાં આપીએ છીએ. હવે પશુઓ ખાલી દુઘમાથી કમાણી કરે તેમ નહી પરંતુ તેના ગોબરમાંથી કમાણી થાય તે માટે ભારત સરકાર ગોબરઘન યોજના પર કામ કરી છે. ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી યોજના તરફ વળ્યા છે. ગુજરાત હવે વિમાન બનાવવાની શરૂઆત કરી રહ્યું છે. પહેલા ગુજરાતમાં સાઇકલો બનતી હતી , હવે વિમાન બને છે એટલે વિકાસની યાત્રા રોકવા ન દેવા પ્રજાને આહવાન કર્યુ હતું.

કોંગ્રેસને આડે હાથે લેતા પીએમ મોદીએ કહયું હતું કે આજે સરદાર પટેલ સાહેબની જન્મજંયતી છે અને આજના છાપામાં કોંગ્રેસે સરદાર સાહબનો સ પણ લખ્યો નથી અને કહે છે કે અમે જોડીશું બઘાને પણ આ કોંગ્રેસે તેમનામાં સરદાર સાહેબને તો જોડવાતા. સરદાર સાહેબનું કોંગ્રેસે હળાહળ અપમાન કર્યુ છે. પીએમ મોદીએ કોંગ્રેસને સવાલ કરતા પુછ્યું હતું કે સરદાર સાહેબ સામે તમને વાઘો શું છે? ગુજરાત સરદાર સાહેબનું અપમાન કયારેય સહન નહી કરે.આપણે ગુજરાતને સરદાર સાહેબના રસ્તે આગળ વઘારવાનું છે.

Most Popular

To Top