Business

રાજ્યમાં સિંહોની વધતી વસ્તી લોકોની જાગૃતિના કારણે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) 2020ની વસ્તી ગણતરી મુજબ 674 જેટલા એશિયાઈ સિંહ ગીર જંગલ વિસ્તારમાં વસેલા છે ત્યારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા કરવામાં આવતી ઉજવણીનો (Celebration) આ અવસર ગૌરવની લાગણીનો દિવસ છે. એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે ની આપણે ૨૦૧૬ થી ઉજવણી કરીયે છીયે તેમ તેમણે કહ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી આ ઉજવણીમાં સહભાગી થતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝર્વેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે. એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરીયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનો ની સુવિધા કરવામાં આવી છે.

સિંહોની સ્થળપર ત્વરીત સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથે ની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. સિંહો માટે સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પીટલની સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉપરાંત વન વિભાગે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનિટરિંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નીરિક્ષણ કરવામાં આવે છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શરૂ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top