Gujarat

ગુજરાતમાં પ્રતિ કલાકના 50 હજારના દરે એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ

ગાંધીનગર: રાજયમાં પ્રતિ કલાકના 50 હજારના દરે માર્ચ 2022માં એર એમ્બ્યુલન્સ (Air Ambulance) સેવા શરૂ કરાઈ છે ,તેમ નાગરિક ઉડ્ડયન મંત્રીએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું.

પ્રશ્નોત્તરી દરમ્યાન નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહયું હતું કે , રાજયના ગંભીર રીતે બિમાર ઈજાગ્રસ્ત દર્દીઓને રાજય કે રાજય બહારની હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવા અને ઓર્ગન ટ્રાન્સપોર્ટ માટે પ્રિ- હોસ્પિટલ કેર ફેસિલિટી અને ડોકટર્સની ટીમ સાથે એર એમ્બ્યુલન્સ સેવા કાર્ય કરે છે. આ સેવા રાજયના પ્રજાજનોને પ્રતિ કલાકના 50 હજારના દરે , ઉપરાંત ટેકસ તથા ભારતના અન્ય નાગરિકોને પ્રતિ કલાકના દરે રૂપિયા 65000, ઉપરાંત ટેકસ નિયત કરવામાં આવેલા છે. તા.31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં એર એમ્બ્યુલન્સની સેવાનો છ દર્દીઓએ લાભ લીધો છે તથા એક એમ્બ્યુલન્સ મારફતે 9 ઓર્ગન મોકલવામાં આવ્યા છે.

Most Popular

To Top