SURAT

સુરત: રુદરપુરામાં કરીયાણાના વેપારી ઉપર ચપ્પુથી હુમલો કરી અજાણ્યો ઈસમ ભાગી ગયો

સુરત: રુદરપુરામાં કરીયાણાના વેપારી (Grocer) ઉપર ચપ્પુથી (Knife) હુમલો (Attack) કરી અજાણ્યો ઈસમ ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ હાથ અને છાતીના ભાગે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં વેપારીને સિવિલ લવાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. વેપારીએ જણાવ્યું હતું કે વર્ષો જુના મુશલીમનાં દબાણ ને દૂર કરાવતા હુમલો કરાયો હોવાની આશંકા છે.

ઇજાગ્રસ્ત વેપારીએ પોતાનું નામ બીપેશ માનચંદ્ર શાહ હોવાનું અને 56 વર્ષના હોવાનું જણાવ્યું છે. ગોપીપુરા હિન્દૂ મિલન મંદિર સામે આવેલા ચંદન બાગ એપાર્ટમેન્ટમાં રહેતા બીપેશભાઈ આજે સવારે પોતાના સ્કૂટર પર દુકાને જવા નીકળ્યા હતા. દુકાન બહાર વાહન પાર્ક કરતા જ અજાણ્યો ઈસમ ચપ્પુ લઈ તૂટી પડ્યો હતો. હુમલો કરતા પોતાને બચાવવામાં ડાબા હાથ પર અનેક ઘા લાગ્યા હતા. લગભગ પીઠ પર પણ ઘા માર્યા હોય એવું લાગે છે. જોકે લોકો ભેગા યહી જતા હુમલાખોર ભાગી ગયો હતો. ત્યારબાદ ઓટો રીક્ષા માં તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે મોહલ્લામાં લગભગ 15-20 વર્ષ જૂનું એક મુસ્સિમનું દબાણ હતું. લાંબા સમયથી એની લડત આપી રહ્યો હતો. લગભગ એની અદાવતમાં જ આ જીવલેણ હુમલો કરાયો હોય એમ લાગે છે. એટલું જ નહીં પણ તેમનો દુકાન પર અવર-જવરનો સમય જાણી આ હુમલો કરાયો છે. જોકે હુમલા બાદ તાત્કાલિક મિત્રને જાણ કરતા તે દોડી આવ્યો અને લોકોની મદદથી સિવિલ લઈ આવ્યોએ નસીબની વાત છે. એક દીકરો અને પરિણીત દીકરીના પિતા બીપેશભાઈએ કહ્યું હતું કે તેઓ પત્ની બાળકો અને માતા સાથે રહે છે.

વ્રજેશ ઉનડકર (કોર્પોરેટર) એ જણાવ્યું હતું કે બીપેશભાઈ અશાંત ધારા વિસ્તારના પ્રમુખ છે તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા. આજે ઈરાદા પૂર્વક હત્યા ના ઇરાદે હુમલો થયો છે. એ ચલાવી ન લેવાય, આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી ને જાણ કરાઈ છે. કડક પગલાં ભરવા રજુઆત કરાય છે.

Most Popular

To Top