Business

ગો ફર્સ્ટના વિમાનો ફરી ઉડશે, આ કંપનીએ 1600 કરોડના રોકાણની તૈયારી દર્શાવી

નવી દિલ્હી: ગો ફર્સ્ટ એરલાઈન્સની (GoFirst Airlines) મુશ્કેલીઓનો અંત આવી શકે છે. સ્પાઇસ જેટના સીએમડી અજય સિંહ અને બિઝી બી એરવેઝે (Busy Bee Airways) ફર્સ્ટ એરલાઇન્સ (Fist Airlines) માટે પ્લાન રજૂ કર્યો છે. આ યોજના હેઠળ ગો ફર્સ્ટ એરલાઈન્સમાં 1,600 કરોડ રૂપિયાનું રોકાણ થશે.

ઈઝ માય ટ્રીપના (EaseMyTrip) સીઈઓ નિશાંત પિટ્ટી બિઝી બી એરવેઝમાં મોટો હિસ્સો ધરાવે છે. સિંધ અને પિટ્ટીના કન્સોર્ટિયમ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં 1,000 કરોડમાં ગો ફર્સ્ટના એક્વિઝિશનનો સમાવેશ થાય છે. આ એક્વિઝિશન બાદ બંને પ્રમોટર્સ ગો ફર્સ્ટમાં 600 કરોડનું રોકાણ કરશે. તેનો ઉદ્દેશ્ય ગો ફર્સ્ટ એરલાઈન્સની સેવાઓ ફરી શરૂ કરવાનો છે.

શારજાહ સ્થિત કંપની સ્કાય વને પણ બોલી લગાવી છે
સિંધ અને પિટ્ટીનું આ કન્સોર્ટિયમ સામે શારજાહની કંપની સ્કાય વન (Sky One) સ્પર્ધા કરી રહી છે. સ્કાય વને નાદારી રીઝોલ્યુશનની કાર્યવાહીમાં ગો ફર્સ્ટ એરલાઇન્સ માટે પણ બિડ કરી છે. આ શારજાહ સ્થિત કંપની મુખ્યત્વે ચાર્ટર્ડ હેલિકોપ્ટર અને કાર્ગો સર્વિસનું સંચાલન કરે છે. આ બિડને ધ્યાનમાં લેવામાં આવશે. આ પ્રક્રિયા માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ગો ફર્સ્ટ એરલાઇન્સને વાડિયા પરિવાર દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. જણાવી દઈએ કે ગો ફર્સ્ટે ગયા વર્ષે મે મહિનામાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં નાદારી માટે અરજી કરી હતી.

ગો ફર્સ્ટની સર્વિસ ગયા વર્ષના મે મહિનાથી બંધ છે
ગયા વર્ષે મે મહિનાથી ગો ફર્સ્ટ એરલાઇન્સની સેવાઓ બંધ છે. કંપનીએ આ માટે પ્રેટ એન્ડ વ્હીટની (PW)ને જવાબદાર ગણાવી હતી. પ્રેટ એન્ડ વ્હીટની એરક્રાફ્ટ એન્જિન સપ્લાય કરે છે. ગો ફર્સ્ટનો આરોપ છે કે પ્રેટ એન્ડ વ્હીટની તેને એન્જિન સપ્લાય કરવામાં નિષ્ફળ ગઈ. તેના એન્જિનમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી. આ કારણે ગો ફર્સ્ટને તેના ઘણા વિમાનોનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી. અંતે ગઈ તા. 3 મેના રોજ ગો ફર્સ્ટ એરલાઇન્સે તેમની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી.

રિઝોલ્યુશન માટે વધુ 60 દિવસ મળ્યા
સિંઘ અને પિટ્ટીના કન્સોર્ટિયમે 16 ફેબ્રુઆરીના રોજ ગો ફર્સ્ટ એરલાઈન્સને હસ્તગત કરવા માટે તેની બિડ સબમિટ કરી હતી. અગાઉ 13 ફેબ્રુઆરીના રોજ, દિલ્હીમાં NCLTએ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP)ને 60 દિવસ સુધી લંબાવવાના રિઝોલ્યુશન પ્રોફેશનલ (RP)ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Most Popular

To Top