Science & Technology

ગગનયાન: ભારતના પ્રથમ માનવસહિત અવકાશ મિશનમાં જનાર એસ્ટ્રોનોટ્સના નામ જાહેર

તિરૂવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અવકાશમાં ભારતના પ્રથમ માનવ મિશન પર જનાર ચાર ભારતીયોનું સન્માન કર્યું હતું. અવકાશમાં ગયેલા અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ભારતના પ્રથમ માનવસહિત અવકાશ મિશન ગગનયાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ઈસરોના વડા એસ સોમનાથ, કેરળના સીએમ પી વિજયન અને રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન પણ હાજર હતા.

આ ચાર અવકાશ યાત્રીઓએ દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવ્યા છે. તેઓ દરેક પ્રકારના ફાઈટર જેટની ખામીઓ અને ખાસિયતોથી પરિચિત છે. તેથી આ ચારને ગગનયાન અવકાશયાત્રી તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓને રશિયામાં તાલીમ આપવામાં આવી છે. હાલમાં તેઓની બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ ચાલી રહી છે.

ગગનયાન મિશન માટે સેંકડો પાઇલટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 12 લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ 12 પ્રથમ સ્તર પર આવ્યા હતા. તેમની પસંદગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન (IAM)માં થઈ હતી. આ પછી પસંદગી પ્રક્રિયાના અનેક રાઉન્ડ પૂર્ણ થયા હતા. ત્યારબાદ ઈસરો અને એરફોર્સે ચાર ટેસ્ટ પાઈલટના નામ ફાઈનલ કર્યા હતા.

ગગનયાન મિશન શું છે?
ગગનયાન દેશનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન છે. જે અંતર્ગત ચાર અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. આ મિશન આ વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં મોકલવામાં આવશે. પરંતુ 2024માં અવકાશમાં માનવરહિત પરીક્ષણ ફ્લાઇટ મોકલવાનું લક્ષ્ય છે. જેમાં વ્યોમામિત્ર રોબોટ મોકલવામાં આવશે. ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય ત્રણ દિવસના ગગનયાન મિશન માટે પૃથ્વીની 400 કિમીની નીચલી ભ્રમણકક્ષા પર માનવોને અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે.

રશિયન મિશન Soyuz MS-10 મિશન 11 ઓક્ટોબર 2018 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં રશિયન એજન્સી રોસકોસ્મોસે તેના સભ્ય એલેક્સી ઓવચિનિનને અને નાસાએ તેના સભ્ય નિક હેગને મોકલ્યા હતા. ટેક-ઓફ બાદ મિશન કંટ્રોલે જાહેરાત કરી કે બૂસ્ટર નિષ્ફળ ગયું છે. 35 વર્ષમાં તે પ્રથમ વખત હતું કે રશિયન બૂસ્ટર નિષ્ફળ થયું હતું. પરંતુ ક્રૂ લોન્ચ એસ્કેપ સિસ્ટમને કારણે બચી શક્યો હતો. લોન્ચિંગ પછી ક્રૂ કેપ્સ્યુલને લોન્ચ વ્હીકલથી અલગ કરવામાં આવી હતી. આથી જ ઈસરોએ રશિયાના અનુભવમાંથી શીખ્યું છે કે માનવયુક્ત મિશનમાં ક્રૂ સેફ્ટીનું સર્વોચ્ચ મહત્વ હોવું જોઈએ.

Most Popular

To Top