Entertainment

એનિમલનું પોસ્ટર થયું રિલિઝ, રણબીરનો આ લૂક તમે પણ કયારેય જોયો નહિં હશે

મુંબઈ: નવા વર્ષની (New Year) નવી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આ નવા વર્ષના પ્રસંગે ચોકલેટી બોય રણબીર કપૂરે પોતાના ચાહકોને એક મોટી ભેટ (Gift) આપી છે. રણબીરે પોતાની મોસ્ટ એવેટેડ અપકમિંગ ફિલ્મ એનિમલનો ફર્સ્ટ લૂક રિલિઝ કર્યો છે. આ લૂકમાં તે એકદમ જ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેનો આ અંદાજ જોઈને તેના ચાહકો સુપર એકસાઈટેડ થઈ ગયા ગતા તેમજ તેઓ તેની આ ફિલ્મનો બેસબરીથી રાહ જોઈ રહ્યાં છે.

એનિમલના પોસ્ટરમાં રણબીરનો સાઈડ લૂક જોવા મળી રહ્યો છે. તે ગુસ્સામાં કોઈને જોઈ રહ્યો હોય તેવો ફોટો જોઈ શકાય છે. આ ઉપરાંત લાંબી દાઢી, ધૂંધરાયેલ લાંબા વાળ તેમજ ખૂનથી લથપથ રણબીરનો આ લૂક જોવા જેવો છે. આ પોસ્ટરમાં તેના હાથમાં એક કૂલહાડી પણ છે. તેમજ તેના હાથમાં સિગરેટ પણ છે. એનિમલનું આ પોસ્ટર જ આટલું જોરદાર છે તો વિચારો આ ફિલ્મ કેટલી જોરદાર હશે. જો કે રણબીર આવા કિરદારમાં અગાઉ કયારેય પણ જોવા મળ્યો નથી.

રણબીરના આ લૂક ઉપર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જયારે બીજી તરફ તે ટ્રોલ પણ થઈ રહ્યો છે. કારણકે કેટલાય લોકોનું કહેવું છે કે એનિમલનો રણબીરનો લૂક મેકર્સે કબીર સિંહ તેમજ પુષ્પાને મિકસ કરી બનાવ્યો છે.

જણાવી દઈએ કે રણબીરની આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડાયકેકટ કરી છે.કે જેણે કબીર સિંહ બનાવી હતી. આ ઉપરાંત ફિલ્મની સ્ટોરી પણ તેઓએ જ લખી હતી. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ તેમજ તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર એકદમ જ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. જો કે જોવું રહ્યું તે આ ફિલ્મને ચાહકો પસંદ કરશે કે નહિં તે.

Most Popular

To Top