SURAT

200 કરોડના જીએસટી કૌભાંડના પકડાયેલાઓમાં સીએ અને આરટીઓ એજન્ટ સામેલ

સુરત : બોગસ કંપનીઓ (Fake Compney) બનાવીને જીએસટી નંબર (GAT Nombar) મેળવી 200 કરોડનું કૌભાંડ (scam) આચરનાર 12 આરોપીઓની રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી સુરત ઇકોસેલ (Ecocell) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ સિવાય ઇકોસેલ દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને એબી એન્ટરપ્રાઇઝ, બારીયા એન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ, જયઅંબે એન્ટરપ્રાઇઝ, એમ.ડી.ટ્રેડીંગ, મકવાણા એન્ટરપ્રાઇઝ, એમ.ડી. એન્ટરપ્રાઇઝ, એસ.જી. એન્ટરપ્રાઇઝ જેવી ડમી પેઢીઓ અને ફર્મના નામે GST લાયસન્સ મેળવ્યા હોવાની બાતમી ઇકોસેલને મળી હતી. સુરત ઇકોસેલ દ્વારા ગત 19 સપ્ટેમ્બરે ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી.

તમામ આરોપીઓ દ્વારા 200 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે
તેવા ફર્મ અને પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેવા બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસરનો વેપાર ધંધો થતો હતો. ઇકોસેલ દ્વારા તપાસ હાથ ધરાતા જીએસટીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. 21 બોગસ કંપનીઓના નામે જીએસટી નંબર મેળવી આ તમામ આરોપીઓ દ્વારા 200 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. સુરત ઇકોસેલ પોલીસે ગઈકાલે રાજકોટ, ભાવનગર, સુરત, જુનાગઢ અને મોરબીમાં દરોડા પાડી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય આજે જુનાગઢથી સલીમ રવાની અને ભાવનગરથી આનંદ જયંતી પરમારની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે પકડાયેલા 12 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ઇકોસેલ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરેલા મુદ્દાઓ
બનાવટી દસ્તાવેજી પુરાવાઓના આધારે જી.એસ.ટી રજિસ્ટ્રેશન નંબરો મેળવવામાં આવ્યા હતા. જે બનાવટી દસ્તાવેજો કોણે, ક્યારે અને કઇ જગ્યાએ તૈયાર કર્યા છે. તે તપાસનો મુખ્ય પુરાવો છે. જે આરોપીઓને સાથે રાખી મેળવી શકાય તેમ છે.આરોપીઓ પાસેથી ઘણી બધી પેઢીઓના સિક્કાઓ મળ્યા છે.અલગ-અલગ બેંકોની અલગ-અલગ પાસબુકો તથા એટી.એમ ડેબીટ કાર્ડ મળ્યા.ઘણા બધા કોમ્પ્યુટર/લેપટોપ મળ્યા છે. જેમાં અલગ-અલગ ઘણી બધી પેઢીઓમાં ખોટા બીલ ટ્રાન્જેક્શનો કરવામાં આવતા હોવાની વિગતો છે. ખોટા નામે બનાવટી દસ્તાવેજો આધારે પેઢીઓના જીએસ.ટી રજીસ્ટ્રશન નંબર મેળવ્યા છે. જેમાં મોબાઇલના સીમકાર્ડનો ઉપયોગ કરાયો છે.

પેઢીમાં તેઓએ ખોટી રીતે સેલ પરચેઝના બીલો ચઢાવી વેપાર ધંધો કર્યો હતો
પકડાયેલા આરોપી અફઝલ સલીમ શેખ તથા આરોપી તબ્બસુમ સલીમ મોહંમદ હનીફ શેખની દીકરીએ એમ.ડી.ટ્રેડીંગ તથા મકવાણા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તેઓએ ખોટી રીતે સેલ પરચેઝના બીલો ચઢાવી વેપાર ધંધો કર્યો હતો. જેમાં તેઓની પાસેથી બે લેપટોપ, 3 મોબાઇલ તથા અલગ-અલગ પેઢીના ફૂલ-૧૯ સિક્કા તથા કોરા બિલ ચલણો તથા કાણા પાવતીઓ મળી આવી છે. તેમના દ્વારા બીજી 25 પેઢી ઓમાં પણ સેલ પર્ચેઝના બીલો ચઢાવેલા છે.

Most Popular

To Top