World

ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે એલોન મસ્કનું અફેર! રીપોર્ટથી મચી ગયો હોબાળો

વોશિંગ્ટનઃ ગૂગલ(Google)ના કો-ફાઉન્ડર(Co-Founder) સર્ગેઈ બ્રિને(Sergey Brin) થોડા મહિના પહેલા છૂટાછેડા(Divorce) માટે અરજી કરી હતી. આ છુટાછેડા પાછળનું જે કારણ સામે આવ્યું તેણે સાંભળીને આંચકો લાગશે. સર્ગેઈ બ્રિનને જાણ થઇ કે એલોન મસ્ક(Elon Musk)નું તેની પત્ની(Wife) સાથે અફેર(Affair) છે. જેથી આ વાતની જાણ થતા તેઓએ છુટાછેડા લેવા માટે અરજી કરી હતી. બ્રિને જ એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા(Tesla)ને 2008ની આર્થિક કટોકટી દરમિયાન ડૂબતી બચાવી હતી. રવિવારે વધુ એક ચોંકાવનારા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. થોડા દિવસો પહેલા એક અહેવાલમાં એલોન મસ્કના જોડિયા બાળકો સામે આવ્યા હતા જેમની માતા તેમની કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારી હતી.

  • ઇલોનને ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેર હોવાની વાતો
  • અફેર બહાર આવ્યા પછી ગૂગલના સ્થાપકે પત્નીને છૂટાછેડા આપ્યા

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એલોન મસ્ક અને સેર્ગેઈ બ્રિન લાંબા સમયથી મિત્રો હતા. મસ્ક અને બ્રિનની પત્ની, નિકોલ શાનાહાન(Nicole Shanahan)નું અફેર શરૂ થયું ત્યાં સુધી, એલોન મસ્ક લાંબા સમયથી બ્રિનના સિલિકોન વેલીના ઘરે અવારનવાર મુલાકાત લેતા હતા. શાનાહનની નજીકની વ્યક્તિએ જર્નલને જણાવ્યું કે બ્રિન અને શાનાહાન અલગ થઈ ગયા હતા પરંતુ ડિસેમ્બરમાં અફેરના સમયે તેઓ સાથે રહેતા હતા.

સંબંધની જાણ થતા કરી છૂટાછેડાની અરજી
બ્રિને, જેની કુલ સંપત્તિ $95 બિલિયન છે, તેઓએ “મતભેદ”નો હવાલો આપી જાન્યુઆરીમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જર્નલને જણાવ્યું કે મસ્ક અને શાનાહાન વચ્ચેના સંબંધોની જાણ થયાના થોડા અઠવાડિયા પછી તેઓએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. હાલમાં, બ્રિનના વકીલે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જર્નલ અનુસાર, મસ્ક અને શાનાહાનના પ્રવક્તાએ પણ આ અહેવાલ પર ટિપ્પણી કરી ન હતી.

મસ્કના જોડિયા બાળકોનો ખુલાસો
સૂત્રોએ જણાવ્યું કે બ્રિન અને શાનાહાન તે સમયે તેમના લગ્નજીવનમાં તણાવ અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અફેર ત્યારે શરૂ થયું જ્યારે મસ્ક અને તેની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સનું બ્રેકઅપ થયું હતું. મસ્ક અને ગ્રીમ્સને બે બાળકો છે, જેમાં એક પુત્રીનો પણ સમાવેશ થાય છે જે બંનેએ સરોગસી દ્વારા જન્મ આપ્યો હતો. થોડા દિવસો પહેલા જ ઇલોન મસ્કના જોડિયા બાળકો અંગે ખુલાસો થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકોને ટેસ્લાના કર્મચારી શિવન જિલિસે જન્મ આપ્યો છે. સિવોન જિલિસ મસ્કના બ્રેન ચિપ બનાવવા વાળા સ્ટાર્ટઅપ ન્યુરાલિંક સાથે સંકળાયેલ છે.

Most Popular

To Top