Charchapatra

ચૂંટણી આવે છે, જાય છે પણ પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી

તે ચૂંટણી આવે ત્યારે પ્રજા યાદ આવે છે. કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે ત્યારે પ્રજાના સેવકો પ્રજાના ભક્તોનો રાફડો ફાટે છે. ચૂંટાયા પછી પ્રજાના પ્રશ્નો ઠેરના ઠેર રહે છે. દા.ત. રખડતા પશુધનનો પ્રશ્ન અને ખેતરે જવા માટે રસ્તાનો પ્રશ્ન ખેડૂતો માટે માથાના દુ:ખાવા જેવો. ખેડૂતોમાં અંદરોઅંદર ઝઘડા થાય છે, માથા ફૂટે છે, વેર – ઝેરના બી વવાય છે. વાસ્તવમાં સરકારે કલેકટર મારફત એક જ પરિપત્ર કાઢી દરેક ખેડૂતોને પોતાના ખેતરે જવા માટેનો રસ્તો મળે એ માટે હુકમ કરવો જોઈએ. જ્યારે સરકારને જમીનની જરૂર પડે, ત્યારે એક જ ઝાટકે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી લે છે.

દા.ત. બુલેટ ટ્રેઈન માટે અથવા નેશનલ હાઈવે માટે જ્યારે જમીનની જરૂર પડી છે, ત્યારે જમીન સંપાદન થઈ છે. જમ્મુ કાશ્મીરમાં તેના મૂળ વતની પંડિતોને ફરી પાછા જમ્મુ કાશ્મીરમાં વસાવવાનો પ્રશ્ન હજી ઠેરનો ઠેર છે. કાશ્મીરી પંડિતોને ગોળીએ વીંધવામાં આવે છે. હજી દેશ આત્મનિર્ભર બન્યો નથી. જો રાજ ચલાવનારા પ્રજાના પ્રશ્નો હલ ન કરશે તો તેઓની હાલત શ્રીલંકાના રાજનેતાઓ જેવી થાય તો નવાઈ નહીં. જો નેતાઓ આવું કરશે તો તે પ્રજાના પ્રિય નેતા બનશે.
 નવસારી          – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top