Surat Main

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપની સહકાર પેનલનો વિજય: 18માંથી જાણો કેટલી બેઠકો જીતી

સુરત ડિસ્ટ્રિક્ટ કો.બેંકની વહીવટ (administration) ચૂંટણીમાં નરેશ પટેલ અને સંદીપ દેસાઈના નેતૃત્વમાં ભાજપની સહકાર પેનલના ઉમેદવારોનો વિજય (win) થયો છે. જો કે સત્તાધારી પેનલના સાંસદ પ્રભુ વસાવા, અને અશ્વિન દાઢીની કારમી હાર (lose) થઇ છે. ઓલપાડ-કામરેજની બેઠક પર ભાજપના બળવખોર ઉમેદવાર કિરીટ ગંગારામ પટેલની જીત, માંગરોળ બેઠક પર સત્તાધારી પેનલ (sattardhari penal)ના દિલીપસિંહ રાઠોડ, કમલેશ સેલર, કેતન પટેલ, બળવંત પટેલની જીત અને મહુવા બેઠક પર ટાઈ થઈ છે..

મહુવા બેઠક પર ભાજપ (bjp)ના બળવાખોર બાલુભાઈ પટેલની ચિઠ્ઠી ઊછળતા જ જીત થઈ કે, પલસાણામાં સત્તાધારી પેનલના જીતેન્દ્ર વાસીયાની જીત સાથે જ સોનગઢ ,પલસાણા,મહુવા બેઠક પર ટાઇ થઈ છે. વ્યારા બેઠક પર કોંગ્રેસ (congress)ના ધારાસભ્ય પુનાજી ગામીતનો વિજય સાથે નિઝર કુકરમુંડા બેઠક પર સત્તાધારી પેનલના સુનિલ પટેલની જીત નિશ્ચિત થઇ છે.

સોનગઢ બેઠક પર ટાઇ થતા ભાજપના જીગ્નેશ દોણવાળા સામે નિઝરના કોંગ્રેસના ધારાસભ્ય (mla) સુનિલ ગામીતની હાર થઇ છે , ત્યાં જ ચિઠ્ઠી ઉછળતા જીજ્ઞેશની જીત નિશ્ચિત થઇ છે. તાપી અન્ય મંડળીની બેઠક પર અશેષ ભક્તને 77 દિલીપ પાટીલને 103 મત મળતા અશેષ દિલીપ ભક્તની સત્તાધારી પેનલના દિલીપ પાટીલ સામે હાર થઇ છે..

દૂધ મંડળીની બેઠક પર માનસિંહ પટેલે વ્યારા એપીએમસીના ચેરમેન અને ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રવીણ ગામીતને હરાવ્યા છે, સાથે જ 14 બેઠક પર ભાજપ,1 અપક્ષ,2 ભાજપના બળવાખોર,અને 1 બેઠક કોંગ્રેસે જીતી લીધી છે, સહકાર પેનલ 13 માંથી 9 અને પરિવર્તન પેનલ 4 બેઠક પર જીત્યું છે. ત્યારે કહી શકાય કે ઓવરઓલ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક (Surat district bank)ની મોટા ભાગની બેઠક પર ભાજપના ઉમેદવાર બાજી મારી ગયા છે..

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top