National

દિલ્હી સરકારના મંત્રી કૈલાસ ગેહલોતને EDનું સમન, શું છે મામલો?

નવી દિલ્હી: દારુ કૌભાંડ કેસમાં દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લેતી. હવે, તપાસ એજન્સી (ED) દેશના અલગ અલગ ભાગોમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા નેતાઓને સમન્સ મોકલી પૂછતાછ કરી રહ્યા છે. ત્યારે એજન્સી દ્વારા દિલ્હી સરકારના મંત્રી કૈલાસ ગેહલોતને (Kailas Gehlot) સમન્સ મોકલવામાં આવ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યા છે. EDએ આજે ​​કૈલાશ ગેહલોતને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમજ તેઓને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. આ કેસમાં તપાસ એજન્સીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓની ધરપકડ કરી ચૂકી છે.

‘દારૂના ધંધાર્થીઓને સરકારી મકાન અપાયું’
આ ઉપરાંત AAP નેતા પર દક્ષિણના દારૂના વેપારી વિજય નાયરને તેમનું સત્તાવાર નિવાસસ્થાન આપવાનો પણ આરોપ છે. EDએ અગાઉ એમ પણ કહ્યું હતું કે કૈલાશ ગેહલોતે આ સમયગાળા દરમિયાન પોતાનો મોબાઈલ નંબર પણ ઘણી વખત બદલ્યો હતો.

ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી
કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન મંત્રી છે. તેમજ તેઓને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમજ કેજરીવાલ 1 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં છે.

શું છે દારૂ કૌભાંડનો મામલો?
17 નવેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નીતિ 2021-22 લાગુ કરી હતી. નવી નીતિ હેઠળ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી હતી. તેમજ સમગ્ર દારૂના ઠેકાઓ અને દુકાનો ખાનગી ધંધાર્થીઓને સોંપી હતી.

દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. જો કે આ નીતિ શરૂઆતથી જ વિવાદાસ્પદ હતી અને બાદમાં જ્યારે વિવાદ વધ્યો ત્યારે સરકારે તેને 28 જુલાઈ 2022 ના રોજ રદ કરી હતી. ત્યાર બાદ દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો.

આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. આ રિપોર્ટમાં નાણાંની ગેરરીતિના આરોપો પણ હતા. તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.

Most Popular

To Top