Columns

પુરાતત્ત્વ ખાતું મૂલ્યવાન પ્રાચીન સ્મારકોનો નાશ કરવાનું કાર્ય કરે છે?

બ્રિટીશરો દ્વારા ભારતના પ્રાચીન વારસાના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાંની રચના કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાં દ્વારા જે રીતે પ્રાચીન સ્મારકોની ઉપેક્ષા કરાઈ રહી છે, તેના પરથી લાગે છે કે પુરાતત્ત્વ ખાતાંનું ખરેખરું કામ ભારતના પ્રાચીન વારસાનો નાશ કરવાનું છે. ભારતના ભવ્ય ભૂતકાળમાં ભારતની પ્રજા, રાજા મહારાજા તેમ જ મહાજનો દ્વારા હજારો નહીં પણ લાખોની સંખ્યામાં બેનમૂન કળાકારીગરી ધરાવતા મંદિરો, મહેલો, કિલ્લા, વાવડીઓ, કૂવાઓ, તળાવો, ઇમારતો, મસ્જિદો, સ્તંભો, સ્તૂપો, શિલાલેખો, મૂર્તિઓ વગેરેનું નિર્માણ કરાયું હતું.

તેના સંરક્ષણની જવાબદારી હજારો વર્ષો સુધી રાજામહારાજાઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ, સાધુસંતો, યતિઓ વગેરે દ્વારા રાખવામાં આવતી હતી. બ્રિટીશરો દ્વારા કાયદાઓ ઘડીને પ્રાચીન ધરોહરોનું સમારકામ કરવાનો પ્રજાનો અધિકાર ઝૂંટવી લેવાયો હતો. સરકારની પરવાનગી વગર કોઈ પણ પ્રાચીન સ્મારકનું સમારકામ કરવું ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું હતું. બીજી બાજુ સરકારે જે સ્મારકોને રક્ષિત જાહેર કર્યા હતા તેનું સમારકામ કરવાનું તો બાજુ પર રહ્યું; તેની જાળવણી કરવાની ક્ષમતા પણ સરકારમાં નહોતી. પરિણામે પ્રાચીન કાળના હજારો સ્મારકો બિસ્માર હાલતમાં મૂકાઈ ગયા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા હેવાલ મુજબ સંખ્યાબંધ સ્મારકો ધરતી પરથી ગાયબ થઈ ગયાં છે.

જો ઔરંગઝેબ ન હોત તો તેનો ભાઈ દારા શિકોહ દિલ્હીમાં મોગલ સિંહાસન પર બેઠો હોત. ૧૬૫૮માં શાહજહાંના મૃત્યુ પછીઔરંગઝેબના આદેશ પર દારા શિકોહની હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને હાથી સાથે બાંધીને શાહજહાનાબાદના રસ્તાઓ પર પરેડ કરવામાં આવી હતી.દારા શિકોહની યાદની જેમ તેની કબર પણ ખોવાઈ ગઈ હતી.દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર સંજીવ કુમાર સિંહે ઇરફાન હબીબ, બી.આર.મણિ જેવા લોકોની મદદથી ચાર વર્ષ સુધી અથાક મહેનત કરીને૨૦૨૦માં દારા શિકોહની કબર શોધી કાઢી હતી.

દારા શિકોહની ગુમ થયેલી કબર મળી ગઈ તે તો ચમત્કાર હતો. હકીકતમાં પુરાતત્ત્વ ખાતાંની બેદરકારી કે ભ્રષ્ટાચારને કારણે અસંખ્ય ભારતીય સ્મારકો ગુમ થઈ ગયા છે અથવા તેમના અસ્તિત્વમાંથી કાયમ માટે નાબુદ થઈ ગયા છે. એટલું બધું કે સાર્વજનિક ક્ષેત્રમાં તેમનો એક ફોટો પણ ઉપલબ્ધ નથી.કેટલાકને તો જાહેર સ્મરણમાંથી ભૂંસી નાખવામાં આવ્યા છે. ઘણા લોકો દિલ્હીના બારાખંભા કબ્રસ્તાનના અસ્તિત્વ તરફ નિર્દેશ કરી શક્યા ન હતા.

બારાખંભા કબ્રસ્તાન એક સમયે રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારકોની યાદીમાં હતું. હવે તેને સંરક્ષિત સ્મારકોની યાદીમાંથી હટાવી લેવાયું છે. બારાખંભા કબ્રસ્તાનએકમાત્ર એવું સ્મારક નહોતું કે જેને ભારતના ઐતિહાસિક સ્મારકોની સંભાળ રાખનાર આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા હટાવવામાં આવ્યું હોય.તેની સાથે, હરિયાણાના ફરીદાબાદના મુજેસર ગામમાં કોસ મિનાર, ઝાંસીમાં ગનર બર્કિલની કબર, લખનૌમાં ગૌઘાટ ખાતેનું કબ્રસ્તાન અને વારાણસીમાં તેલિયા નાલા બૌદ્ધ અવશેષોને રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્મારકોની સૂચિમાંથી હટાવી દેવામાં આવ્યાં હતાં, કારણ કે તેઓ શોધી ન શકાયતેવાં થઈ ગયાં હતાં. પુરાતત્ત્વ ખાતાંની૩,૬૯૫ સંરક્ષિત સ્મારકોની યાદીમાંથી તાજેતરમાં ચૂપચાપ ૧૮ સ્મારકો હટાવી લેવાયાં છે, કારણ કે તેમની વર્તમાન ભૌતિક સ્થિતિ જાણીતી નથી. હકીકતમાંકેન્દ્રએ ગયાં વર્ષે સંસદમાં જણાવ્યું હતું કે કુલ ૫૦ સ્મારકો શોધી શકાયાં નથી .

ઉત્તર પ્રદેશના વારાણસીના એક નિર્જન ગામમાં તેલિયા નાલા બૌદ્ધ અવશેષોના કિસ્સામાંતેનો એક ફોટો પણ સરકાર પાસે ઉપલબ્ધ નથી. ૨૦૨૨ માં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના અહેવાલમાં નોંધાયું હતું કે ઐતિહાસિક સ્થળ પર મકાનો બાંધવામાં આવ્યા હતા.મકાનો બનાવવા માટે વપરાતી સામગ્રીના રૂપમાં પ્રાચીન સ્મારકનો ઉપયોગ કરાયો હતો. ઉત્તરાખંડના અલમોડામાં પણ આવી જ કથા હતી. પુરાતત્ત્વ ખાતું ૮મી સદીનું કુટુંબરી મંદિર શોધી શક્યું નથી.૧૯૧૫માં કુટુંબરી મંદિર ASIના રક્ષણ હેઠળ આવ્યું હતું.

સમય જતાંમંદિરની હાલત બગડતી ગઈ હતી અને માત્ર ખંડેરો જ રહી ગયાં હતાં. રહસ્યમય રીતેવર્ષ ૨૦૦૦ની આસપાસ જાહેર કરાયું હતું કેમંદિરના અવશેષો પણ હવે મળી શકે તેમ નથી. ૨૦૧૮ માં કુટુંબરીમંદિરને પુરાતત્ત્વ ખાતાંની અનટ્રેસેબલની સૂચિમાં મૂકવામાં આવ્યું હતું. પાછળથી જાણવા મળ્યું કે મંદિરના અવશેષો ગ્રામજનો તેમનાં ઘરો બનાવવા માટે લઈ ગયા હતા. પુરાતત્ત્વ ખાતાંના દેહરાદૂન સર્કલના સર્વે મુજબ કુટુંબરી મંદિર હવે સ્થાનિકો લોકોના ઘરનાં આંગણાં, વરંડા કેદરવાજાનો એક ભાગ બની ગયું છે.દ્વારહાટમાં લગભગ અડધો ડઝન ઘરોમાં મંદિરનો કોઈ ને કોઈ ભાગ હોવાનું જણાયું હતું.આ કોઈ છૂટોછવાયો કિસ્સો નથી પણ સામાન્ય કથા છે.

આપણે એવાં સ્મારકો ગુમાવી રહ્યા છીએ જે હજારો વર્ષ જૂનાં છે અને જે દેશની ઓળખ, ઈતિહાસ અને વારસાનો ભાગ છે.દારા શિકોહની કબરની જેમ જબંગાળનો તમલુક રાજબારી મહેલ, જે ઇસવી સન પૂર્વેની પાંચમી સદીમાં  મયુરાધ વંશ દ્વારા સ્થાપિત માનવામાં આવે છે, તે અદૃશ્ય થવાના છેલ્લા તબક્કામાં છે. દંતકથા મુજબ આ સ્થળ મહાભારતમાં દ્રૌપદીની સ્વયંવર સભા સાથે પણ જોડાયેલું છે.રાજબારી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આશ્રયસ્થાન હતું.

વાસ્તવમાં૧૯૩૮માંરાજા સુરેન્દ્ર નારાયણ રોયેનેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને અન્ય ક્રાંતિકારીઓની સભા માટે જગ્યા બનાવવા માટે રાજબારીની અંદરના કેરીના બગીચાને કાપી નાખ્યો હતો.કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલ મુજબ જેણે સ્વતંત્રતાની લડતમાં મોટો ફાળો આપ્યો હતો તે સ્થળ પર આજે ઘોડાનો તબેલો છે અને ચિક્કાર ઘાસ ઉગી ગયું છે. જાણકારો કહે છે કે પુરાતત્ત્વ ખાતાં દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં ૩,૬૯૫ સ્મારકોની જે યાદી તૈયાર કરાઈ છે તેમાં જ મોટી ખામી છે. તેમાંના ચોથા ભાગનાં સ્મારકો રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં નથી.દાખલા તરીકેબ્રિટિશ અધિકારીઓ અને સૈનિકોની લગભગ ૭૫ કબરો અને કબ્રસ્તાનોનું ન તો ઐતિહાસિક કે સાંસ્કૃતિક મહત્ત્વ છે.

તેમાં શિલ્પના ટુકડાઓ, મૂર્તિઓ, તોપો વગેરે જેવી કેટલીક ખસેડી શકાય તેવી કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે, જેને સ્મારકો તરીકે ગણવામાં આવે છે.આ ફૂલેલી યાદીના પરિણામેઆમાંનાં ઘણાં સંરક્ષિત સ્મારકોની જાળવણી માટે ફાળવવામાં આવેલું ભંડોળ અપૂરતું છે.વર્ષ ૨૦૧૯-૨૦માં ૩,૬૯૫રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્મારકોના સંરક્ષણઅને પર્યાવરણીય વિકાસ માટે અંદાજપત્રીય ફાળવણી માત્ર ૪૨૮ કરોડ રૂપિયાની હતી. આ રકમ સ્મારકદીઠ રૂ. ૧૧ લાખ જેટલી મામૂલી રકમ છે.આ રકમ ચોકીદારોના પગાર માટે પણ પૂરતી નથી; તો તેના વડે સમારકામની તો વાત જ કરી શકાય તેમ નથી. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા વડાપ્રધાનને આપેલા અહેવાલમાં દેશનાં કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોની યાદી ફૂલેલી હોવાનું અને તેને સુવ્યવસ્થિત કરવાની તાત્કાલિક જરૂર હોવાનું જણાવાયું છે.

કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના૨૦૧૩ના રિપોર્ટમાં ૯૨ સ્મારકોને ગુમ થયેલાં તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં.અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે પુરાતત્ત્વ ખાતાં દ્વારાબાદમાં ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતાં૪૨ સ્મારકોને શોધી કાઢવામાં આવ્યાં હતાં. તેમાંથી ૧૪ સ્મારકો શહેરીકરણને કારણે નાશ પામ્યાં હતાં અને ૧૨ ડેમોના જળાશયો હેઠળ ડૂબી ગયાં હતાં. બાકીનાં૨૪ સ્મારકો અને સ્થળો હજુ પણ સરકારી તંત્ર દ્વારા શોધી શકાયાં નથી.અહેવાલ મુજબ૨૪ જેટલાંગુમ થયેલાં સ્મારકોને હજુ પણ રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્મારકતરીકે ગણવામાં આવે છે.
 આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top