Gujarat

વડોદરામાં એકાએક વાઇરલ ફીવર ફાટી નીકળતા તંત્રમાં ફફડાટ, 1000 થી વધુ કેસ સામે આવ્યા

વડોદરા: વરસાદની (Mosoon) ઋતુની શરૂઆતની સાથે જ વડોદરાના (Vadodra) આરોગ્યતંત્રમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં વરસાદી વાતાવરણમાં સીઝનલ રોગ (Disease) થવા સામાન્ય વાત છે. મળતી માહિતી મુજબ વડોદરામાં વાઇરલ ફીવરના 1000 થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ટાઇફોઇડ (Typhoid) અને કમળાના (Jaundice) કેસો નોંધાયા છે. આ સિવાય શરદી, તાવ, ખાસી, ઠંડી, શરીરમાં દુ:ખાવા સહિતની ફરિયાદો બાળકો અને વયસ્કોમાં ઉઠી છે. લોકોને પોતાના બાળકોની ચિંતા વધી ગઇ છે.

આ સાથે શહેરમાં ચિકનગુનિયાના 5 અને ડેન્ગ્યુના 2 કેસ પણ મળી આવ્યા છે. જેના કારણે તંત્ર એક્શનમોડમાં આવી ગયું છે. વડોદરા કોર્પોરેશને 176 ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે. ગંદકી સાફ ન કરનાર બાંધકામની 6 સાઈટ અને 1 સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરાના સરકારી એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને કલાકો બાદ નંબર આવી રહ્યો છે. તો શહેરના ખાનગી દવાખાનાના હાલ પણ કંઈક આવા જ જોવા મળી રહ્યાં છે.

ઘટનાને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. વાઈરલના લક્ષણોની વાત કરીએ તો થાક, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો,આંખો લાલ થવી,માથામાં દુખાવો થવો, હાઈ ફીવર, ખાંસી, સાંધાઓમાં દર્દ, દસ્ત, ત્વચા પર લાલ રેશિઝ, શરદી, ગળામાં દર્દ, ઠંડી લાગવી વગેરે તેના લક્ષણો છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોનાના કેસમાં શુક્રવારની સરખામણી જેટલો રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, રોજબરોજ કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક સ્થિતિ છે. ભરૂચ જિલ્લામાં કુલ ૬૪ એક્ટિવ કેસ નોંધાયા છે. શનિવારે ૧૩ કેસ પૈકી સૌથી ભરૂચમાં ૫, અંકલેશ્વરમાં ૩, જંબુસરમાં ૨, અને ઝઘડિયામાં ૩ કેસ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં રૂરલમાં ૯ અને શહેરમાં ૪ કેસ નોંધાયા હતા. શુક્રવારે ૬ કેસ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં શનિવારે કોરોનાના 18 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 9 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા હતા. જ્યારે 23 દરદી સાજા થયા હતા. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 13,062 કેસ નોંધાયા હતા, જે પૈકી 12,441 સાજા થયા હતા. જ્યારે 123 દરદીઓ સારવાર હેઠળ છે.

Most Popular

To Top