Vadodara

વનીકરણ ના થયા હોય એવા પ્લોટનું બાંધકામ 15 દિવસમાં તોડી પાડો

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા 46 પ્લોટ વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. જેમાં 36 પ્લોટનું રીન્યુ કરવામાં આવ્યું નથી. જ્યારે નેતાઓ એ પ્લોટ ની વહેંચણી કરી હોય તેનું આખું કૌભાંડ બહાર આવતા પાલિકા દ્વારા તપાસ આદેશ આપ્યા છ પણ હજુ સુધી તપાસ ચાલુ જ છે .જ્યારે વધુ ૭૫ પ્લોટ સંસ્થાઓને આપવાનો નિર્ણય સામાન્ય સભામાં મંજૂર થવાનો છે ત્યારે લાગે છે કે તે જ દિવસે રિપોર્ટ આવશે ?  હજુ સુધી સાંસદ રંજનબેન ભટ્ટ ના પ્લોટ મુદ્દે પણ પદાધિકારીઓ મૌન છૅ.

ત્યારે વિપક્ષ નેતા અમી રાવતે ૧૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડ મામલે વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી વિધાનસભા ના અધ્યક્ષ  અને મંત્રીઓ ને પુરાવા સાથે પત્ર લખીને રજૂઆત કરી છે. વનીકરણના થયા હોય તેવા પ્લોટ નું 7 દિવસમાં અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા 15 દિવસ માં બાંધકામ તોડી દેવાનો અલ્ટીમેટમ મેયરને આપ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રીન બેલ્ટ સંસ્થાઓનું વનીકરણ માટે 1991 થી ઠરાવ કરી ને ૧૯૯૭થી અત્યાર સુધી માં 46 જેટલા પ્લોટ આપવામાં આવ્યા હતા. પરંતુ 46 પ્લોટમાં વનીકરણ ને બદલે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું તેનો દુરુપયોગ પ્લોટ નું કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે તે સમયના કોર્પોરેટર મેયર ડે.મેયર ધારાસભ્ય સાંસદ સહિતના લોકોએ પ્લોટ નો લાભ લીધો છે. અને સંસ્થાઓને પ્લોટ આપવામાં ભલામણ કરી છે ભલામણ કર્યા બાદ નેતાઓ જોવા પણ નહીં ગયા કે સંસ્થાઓને કીધું પણ નથી કે તેમાં વનીકરણ કરવામાં આવ્યું છે કે તેનો બીજો કોઈ દુરુપયોગ થઈ રહ્યો છે.

46 પ્લોટ માંથી 36 પ્લોટ માં તો શરત ભંગના કારણે રીન્યુ પણ કરવામાં આવ્યા નથી. જોકે 1991 છે 2021 સુધીમાં કેટલા પણ મ્યુનિસિપલ કમિશનર મેયર ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ પદાધિકારીઓ બદલાયા પણ કોઈના પણ ધ્યાને આ વાત આવી ન હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ ચાલતું હતું. જ્યારે આખો કૌભાંડ સામે આવ્યું છે.ત્યારે મહત્વનું છે કે જ્યારથી નવા શાસક પક્ષે ખુરશી પણ બિરાજમાન થયા હોય ત્યારે તેમને અગાઉ માં થયેલા ભ્રષ્ટાચાર કે અગાઉમાં થયેલી ભૂલોનું નિરાકરણ તેમને જ કરવાનું હોય છે. નહીં કે છટકબારી શોધવાની હોય.

ત્યારે મેયર કેયુર રોકડીયાએ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે 46 પ્લોટમાં કોને વનીકરણ કર્યુ છે કે નહીં પણ હજુ સુધી કોઈપણ રિપોર્ટ આવ્યો નથી. લાગે છે કે 218 માંથી 75 પ્લોટ વૃક્ષારોપણ માટે જ્યારે અન્ય સંસ્થાઓ ને ફાળવવામાં આવનાર હોય તેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર થઈ ગઈ હોય ત્યારે સામાન્ય સભામાં મંજૂર થવાની બાકી છે. તો લાગે છે કે સામાન્ય સભાના દિવસે જ આ 46 પ્લોટ નો રિપોર્ટ આવશે? જ્યારે શહેરના સાંસદ રંજનબેન ભટ્ટએ પણ શરત ભંગ કર્યો હોય તેની સામે પણ હજુ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી.

જોકે આજે મેયર કેયુર રોકડિયા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ નો સંપર્ક કરતા તેઓએ ફોન ઉઠાવ્યો ન હતો માત્ર રીગ જ રળકતી હતી.

અમી રાવતે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ વૃક્ષારોપણ માટે ૮૦ કરોડ રૂપિયાની અનામત રકમ પડેલ છે જેનું વાર્ષિક વ્યાજ 4 કરોડ મળે છે કોર્પોરેશનના વ્યાજના રૂપિયા વૃક્ષારોપણ માટે ના વાપરીને અન્ય જગ્યાએ વાપરે છે પાછલા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રી ના કાર્યક્રમ છતાં પણ આજદિન સુધી કોર્પોરેશનના શાસકો એ એક વર્ષના વ્યાજની ચાર કરોડની રકમ પણ વાપરી નથી. દસ લાખ વૃક્ષો વાવવા ની વાત ભાજપ નેતાઓ ભૂલી ગયા છે.

Most Popular

To Top