National

દિલ્હીની તિહાર જેલમાં સિક્યોરિટિ થશે ટાઈટ, QRT ટીમ તૈનાત કરાશે

નવી દિલ્હી: દિલ્હીની (Delhi) તિહાર જેલમાં (Tihar Jail) 19 દિવસમાં બે ગેંગવોરની (Gangwar) ઘટના સામે આવી હતી. એક ગેંગવોરમાં ટિલ્લુ તાજપુરિયા નામના ગેંગસ્ટરની હત્યા કરવામાં આવી હતી તો એપ્રિલ મહિનામાં થયેલી ગેંગવોરમાં પ્રિન્સ તેવટિયાની હત્યા કરવામાં આવી હતી. બે મર્ડર પછી જેલ પ્રસાશન ઊંઘમાંથી ઉઠ્યું છે. તિહાર જેલમાં નવા સિકયોરિટિ પ્લેન બનાવવામાં આવ્યો છે. જેલમાં હાઈ સિક્યોરિટિ વોર્ડની બહાર QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવશે.

  • જેલમાં હાઈ સિક્યોરિટિ વોર્ડની બહાર QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવશે
  • હેલમેટ, બુલેટપ્રુફ જેકેટ, લાલ દળેલું મરચું જેવી વસ્તુઓ જવાનોને આપવામાં આવશે
  • જેલની બહાર ITBP જવાનોની સંખ્યા પણ વધારવામાં આવશે

તિહાર ડીજીના આદેશ મુજબ હાઈ સિકયોરિટિ વોર્ડની બહાર QRTની ટીમ તૈનાત કરવામાં આવશે. આ ટીમમાં તમિલનાડુ સ્પેશિયલ પોલીસ તેમજ સીઆરપીના જવાનોનો સમાવેશ કરવામાં આવશે. આ જવાનો પાસે એન્ટી રાઈટ્સ સાધનો હશે. જેમાં હેલમેટ, બુલેટપ્રુફ જેકેટ, લાલ દળેલું મરચું જેવી વસ્તુઓ શામેલ હશે. ઉપરાંત તેઓને જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવશે. માત્ર હાઈ સિક્યોરિટિ વોર્ડની બહાર નહિં પણ જેલની બહાર પણ QRT ટીમને તૈનાત કરવામાં આવશે. જેલની બહાર ITBP જવાનોની સંખ્યા પણ વધારવામાં આવશે.

19 દિવસમાં જ જેલમાં બે ગેંગસ્ટરની હત્યા
ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયા 14મી એપ્રિલે તિહાર જેલમાં ગેંગ વોરની ઘટનામાં માર્યો ગયો હતો. જેલની અંદર ગેંગસ્ટરની હત્યાની આ ઘટનાને થોડા દિવસો જ થયા હતા કે ગેંગ વોરની બીજી ઘટના તિહાર જેલમાં ઘટી હતી. 2 મેના રોજ વહેલી સવારે યોગેશ ટુંડા અને દીપક તેતરે તેનાં સાથીઓ સાથે મળીને ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા કરી હતી. જેનાં સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં હત્યારાઓ ચાદરની મદદથી ગેંગસ્ટરની સેલમાં આવ્યા હતા. પોતાને બચાવવાના પ્રયાસો કરવા છતાં ટિલ્લુ પોતાને બચાવી શક્યો ન હતો.

Most Popular

To Top