Dakshin Gujarat

સચિનમાં કારખાના કવાટર્સમાં રહેનાર યુવકને હાય વોલ્ટેજ લાઈનનો કરંટ લાગતા મોતને ભેટ્યો

સચિન: સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાના કવાટર્સમાં હેલ્પરને હાય વોલ્ટેજ લાઈનનો કરંટ (Current) લાગતા મોતને (Death) ભેટ્યો હતો. પીતરાઈ ભાઈએ કહ્યું હતું કે કૃષ્ણાકાંત એક મહિના પહેલા જ વતન યુપીથી રોજગારીની (Employment) શોધમાં સુરત આવ્યો હતો. રૂમની ગેલેરીમાં ખુલ્લા vij વાયરો એ કૃષ્ણાકાંત નો ભોગ લીધો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સંજય સિંગ (મૃતકનો પિતરાઈ ભાઈ)એ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતની છે. કામ પરથી આવ્યા બાદ રૂમ પાર્ટનર ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. એક શાક બનાવતો હતો. બીજો રોટલી. અન્ય એક નાના કામની મદદ માટે ગેલેરીમાં બેસેલા કૃષ્ણાકાંતને બોલાવવા જતાં વાયરનાં તણખલા નીકળતા જોઈ અને કૃષ્ણાકાંતને મૃત અવસ્થામાં જોઈ બોલાવા ગયેલો મિત્ર હેબતાઈ ગયો હતો. તાત્કાલિક બુમાબુમ કરી મિત્રો ને ભેગા કર્યા હતા. 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરોએ કૃષ્ણાકાંત ને મૃત જાહેર કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે કૃષ્ણાકાંત એક મહિના પહેલા જ વતન યુપીથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. 4 વર્ષ પહેલાં લગ્નગ્રંથીથી જોડાયેલા કૃષ્ણાકાંતને એક બાળક છે. પત્ની, માતા-પિતા અને ભાઈ વતનમાં રહે છે. સુરતમાં કૃષ્ણાકાન્તના બહેન-બનેવી રહે છે. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રૂમની ગેલેરીમાં ખુલ્લા વીજ વાયરોને અડી જતા કૃષ્ણાકાંત નું મોત નીપજ્યું હોય એમ કહી શકાય છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી આશા રાખીએ છીએ, હાલ પોલીસે પોસ્ટ મોર્ટમની કામગીરી શરૂ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.

પાલમાં તાવ-માથાના દુખાવાની દવા લઈને સુતેલી શ્રમજીવી યુવતીનું રહસ્યમય મોત
સુરત: પાલ વિસ્તારમાં તાવ અને માથાના દુખાવાની દવા લઈને સુતેલી 21 વર્ષિય યુવતીનું મોત નિપજ્યું હતું. બાળકી રાત્રે ઊઠીને રડવા લાગી અને ખબર પડી કે માતાનું મોત થયું છે. તેના માતા-પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમમાં મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

પાલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ દાહોદની વતની જીગીશા પિંજલભાઈ દહેરા (21 વર્ષ) હાલમાં પાલ વિસ્તારમાં નક્ષત્ર ગેલેક્ષિયા નામની નવી બંધાતી બિલ્ડિંગમાં માતા-પિતા, પતિ પિંજલ અને દોઢ વર્ષની બાળકી સાથે રહેતી હતી. ત્યાં નવી બંધાતી બિલ્ડિગમાં કામ કરતી જીગીશાને સોમવારે રાત્રે માથામાં દુખાવો અને તાવ આવતા બિલ્ડિંગ પાસેની મેડિકલની દુકાનમાંથી દવા લાવી હતી અને રાત્રે જમ્યા બાદ જીગીશા એ દવા લઈને સૂઈ ગઈ હતી.

રાત્રે બે વાગ્યાના અરસામાં જીગીશાબેનની દોઢ વર્ષની બાળકી રડવા લાગી હતી. જેથી તેમના પતિ પીંજલભાઈએ જીગીશાને ઉઠાડવાની કોશિશ કરી હતી. પણ જીગીશા બેહોંશ હોવાથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જીગીશા અને તેમના પતિ બિલ્ડિંગમાં અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું કામ કરી રહ્યા હતા. જીગીશાના માતા-પિતાએ હત્યાની શંકા વ્યક્ત કરી હોવાથી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. તેમાં પણ મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top