Entertainment

કોમેડિયન મયિલસામીનું નિધન: 57 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી: દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) હાલ એક પછી એક દુખદ ઘટનાઓ ધટી રહી છે. જેના કારણે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારની સવારના રોજ તમિલ સિનેમા જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ સિનેમાના પ્રખ્યાત અભિનેતા માયલાસામીનું રવિવારે સવારે ચેન્નાઈમાં નિધન (Death) થયું. આર્ટિસ્ટ એસોસિએશને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 57 વર્ષીય હાસ્ય કલાકારનું 19 ફેબ્રુઆરી, રવિવારની સવારે વહેલી સવારે હાર્ટ એટેક (Heart Attack) આવવાથી નિધન થયું હતું. તેઓ 57 વર્ષના હતા. વેપાર વિશ્લેષક રમેશ બાલાએ પણ મૃત્યુની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે અભિનેતા ગઈકાલે અસ્વસ્થ લાગતા હતા અને તેમનો પરિવાર તેમને પોરુર રામચંદ્ર હોસ્પિટલમાં લઈ ગયા હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ માયલાસામીનું મૃત્યુ થયું અને ડોક્ટરોએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ ધટના પછી તેમના ફેન્સમાં માતમ છવાઈ ગયો છે.

જાણકારી મુજબ મયિલસામીએ 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં ટોચના કલાકારો અજિથ કુમાર, વિજય અને કમલ હાસનનો સમાવેશ થાય છે. તેઓ ટીવી ડિબેટમાં પણ જોવા મળે છે. કેટલાક સાથી કલાકારોએ મયિલસામીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કમલ હાસને ટ્વિટર પર પોતાની શ્રદ્ધાંજલિ શેર કરી હતી. તેઓએ લખ્યું “મારા મિત્ર માયલાસ્વામી તેમની કોમેડી અભિનય શૈલી રજૂ કરવામાં સફળ રહ્યા છે. તેણે ઘણા લોકોને મદદ કરી છે. પ્રિય મિત્ર #Mayilsamy ને શ્રદ્ધાંજલિ.” આર સરથ કુમારે પણ લખ્યું કે, “મારા સારા મિત્ર, મહાન માનવી, પરોપકારી મયિલસામીના અકાળ અવસાનના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ છું. ભારે દુ:ખ થયું. તેમના પરિવાર, સંબંધીઓ, મિત્રો અને ફિલ્મ ઉદ્યોગના સહકર્મીઓ #RipMayilsamy પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

અંતિમ વીડિયો વાઇરલ
મયિલસામીનો અંતિમ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે ડબિંગ સ્ટૂડિયોમાં અપકમિંગ ફિલ્મ ‘ગ્લાસમેટ’ માટે ડબિંગ કરતા હતા. સો.મીડિયામાં ચાહકો ને સેલેબ્સ દુઃખ વ્યક્ત કર્યું હતું.

Most Popular

To Top