National

CRPF જવાનોને લઈ જતું વાહન સિંધ નાળામાં ખાબક્યું, અકસ્માતમાં 8 જવાન ઘાયલ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) રવિવારે સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. સીઆરપીએફનું (CRPF) વાહન સિંધ નાળામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 જવાનો ઘાયલ થયા છે. નીલગિરી હેલિપેડ પાસે આ અકસ્માત થયો હતો. તમામ ઘાયલ જવાનોને બેઝ કેમ્પ હોસ્પિટલ (Hospital) બાલતાલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. અધિકારીઓએ આ ઘટના અંગે જણાવ્યું કે સીઆરપીએફના જવાનો બાલતાલ થઈને અમરનાથ (Amarnath) ગુફામાં પોતાની ડ્યુટી માટે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં આ ઘટના ઘટી હતી.

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને CRPF જવાનોની તૈનાતી
અમરનાથ યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે મોટી સંખ્યામાં CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે કારણ કે અર્ધલશ્કરી દળ અદ્યતન ઉપકરણોથી સજ્જ છે અને કાશ્મીરમાં સુરક્ષા ઘેરો વધારવામાં મદદરૂપ થશે. સીઆરપીએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ આલોક અવસ્થીએ કહ્યું કે અમે 24 કલાક સેવામાં તૈનાત છીએ.

CRPF દક્ષિણ કાશ્મીરમાં સ્થળ પર દેખરેખ માટે આધુનિક સાધનો અને હથિયારોનો ઉપયોગ કરી રહી છે
CRPFના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલે કહ્યું કે CRPF દક્ષિણ કાશ્મીરમાં સ્થળ પર દેખરેખ માટે આધુનિક સાધનો અને હથિયારોનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે અમે વિશ્વમાં ઉપલબ્ધ સૌથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમરનાથની પવિત્ર ગુફાની ચાલી રહેલી યાત્રા પર કોઈ ખતરો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું કે CRPF સમગ્ર વર્ષ દરમિયાન શાંતિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તેમણે કહ્યું અમરનાથમાં લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. સલામતી માટે અમારા જવાનો ચોવીસ કલાક કામ કરે છે. તેઓ 365 દિવસ તૈનાત હોય છે. જણાવી દઈએ કે હિમાલય ક્ષેત્રમાં સ્થિત 3,888 મીટર ઉંચી ગુફા મંદિરની 62 દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી, જે 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

Most Popular

To Top