Sports

ઓસ્ટ્રેલિયા સિરિઝમાંથી પંત બહાર! આ ત્રણ ખેલાડીઓ વચ્ચે જોરદાર જંગ

નવી દિલ્હી: ભારતનો (India) સ્ટાર ક્રિકેટર (Crickter) ઋષભ પંત શુક્રવારના રોજ થયેલા કાર અકસ્માતમાં (Car accident) ગંભીર રીતે ધાયલ થયો છે. હાલ તે દહેરાદૂનની હોસ્પિટલમાં (Hospital) સારવાર હેઠળ છે. તે માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ તેને મેદાને પરત આવતા ધણો સમય લાગી શકે તેમ છે. આ ઉપરાંત ડોકટરે (Doctor) પણ તેની હેલ્થ અપડેટ આપતા જણાવ્યું હતું કે તેને મેદાને પરત ફરતા કદાચ 2થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે. આ વચ્ચે BCCIનાં તેની આગળની મેચને લઈને એક અટડેટ આપ્યો છે. ફેબ્રુઆરીમાં રમાવા જનારી ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝ અંગે પંથના માથે સંકટ મંડરાઈ રહ્યું છે. કારણ કે તે રમી શકશે નહિ અને આવા સમયે ત્રણ ખેલાડીઓ વચ્ચે તેનું સ્થાન લેવા માટે જોરદાર જંગ છેડાઈ શકે છે.

જો ફેબ્રુઆરીમાં રમાવા જનારી ઓસ્ટ્રિલિયા સામેની સિરિઝમાં જો ઋષભ પંત નહિં રમશે તો તેની સામે ત્રણ ખેલાડીઓ ઉભા છે. જેમાં કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ તેમજ ઈશાન કિશાનનું નામ સામે આવ્યું છે. જેમાં કેએસ રાહુલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે કયો ખેલાડી બાજી મારશે તે જોવું રહ્યું.

બીસીસીઆઈના સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઋષભ પંત ઓસ્ટ્રેલિયા સામે રમાવા જનારી આગામી 4 ટેસ્ટ મેચની સિરિઝ રમી શકશે નહિં. આ સમયે જયારે તેઓ લાંબા સમય સુઘી રમી શકશે નહિં ત્યરે તેનું સ્થાન લેવા તેમજ તેના સ્થાને રમવા માટે હોડ શરુ થઈ ગઈ છે. આ હોડમાં કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ તેમજ ઈશાન કિશાનનું નામ સામે આવ્યું છે પરંતુ ફેબ્રુઆરીમાં રમાવા જનારી તેમજ નાગપુરમાં રમાવા જનારી ટેસ્ટ મેચમાં કયો ખેલાવી જોવા મળશે તેમજ કોણ બાજી મારી જશે તેતો જોવું રહ્યું.

જણાવી દઈએ કે પંતનો શુક્રવારના રોજ પોતાની મર્સિડિઝ કાર પર નિયંત્રણ ગુમાવી બેસતા જોરદાર અકસ્માત થયો હતો. તેની ગાડી ડિવાઈડર સાથે જોરભેર અથડાઈ હતી. હાલ તે સારવાર હેઠળ દહેરાદૂનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જયાં તે ડોકટરની નજર હેઠળ છે.

Most Popular

To Top