Business

શેરબજારમાં કડાકો, મોટા ભાગના શેર્સની કિંમત ઘટી

મુંબઈ: શેરબજારમાં (SensexDown) ઘટાડાનો સિલસિલો યથાવત છે. સેન્સેક્સ આજે એટલે કે ગુરુવારે 71,022.10 પર ખુલ્યો હતો, પરંતુ થોડા સમય પછી તે ઝડપથી ઘટવા લાગ્યો હતો. સવારે 10.24 વાગ્યે તે 601.28 પોઈન્ટ ઘટીને 70,495.23ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી માત્ર 4 શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે. બાકીના શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક મહિન્દ્રામાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

નિફ્ટીની વાત કરીએ તો આજે 21,,454.60 ના સ્તર પર ખુલ્યો હતો. પરંતુ તે 145 પોઈન્ટ ઘટીને 21,308.15 રૂપિયા પર બજાર ચાલી રહ્યું છે. આજે દિવસનો હાઈ લેવલ 21,459 છે. એનએસઈના 80 શેર્સમાં આજે અપર સર્કિટ જોવા મળી રહી છે તો બીજી તરફ 31 શેર્સમાં લોઅર સર્કિટ દેખાઈ રહી છે. 112 શેર્સ આજે 52 સપ્તાહના હાઈ રેકોર્ડ બ્રેક કર્યો છે તો 7 સ્ટોક્સે 52 સપ્તાહના તળિયે પહોંચ્યા છે. એનએસઈ 972 શેર્સમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 1317 શેર્સ વધીને સારું પર્ફોમન્સ કરી રહ્યું છે.

બેંક નિફ્ટી આજે 451 પોઈન્ટ ઘટીને 44,630ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. સૌથી મોટો ઘટાડો IT સેક્ટરમાં 1.40 ટકા રહ્યો છે, જે 36,572.65 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય એફએમસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, સર્વિસ અને પ્રાઈવેટ બેંક સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.

બીએસઈ સેન્સેક્સના ટોચના 30 શેરમાંથી માત્ર ચાર શેરમાં જ ઉછાળો જોવા મળ્યો હતો , જેમાં 26 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બાકીના ચાર શેર વધી રહ્યા છે. એનટીપીસીના શેરમાં 2.13%નો ઉછાળો જોવા મળ્યો હતો અને તે શેર દીઠ રૂ. 315.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટેક મહિન્દ્રાના શેરમાં 5.15% નો ઘટાડો જોવા મળ્યો છે અને તે 1335.30 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.

આ પાંચ શેરો સતત કમાણી કરી રહ્યા છે!
છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સેક્ટરના કેટલાક શેરોમાં તેજી જોવા મળી રહી છે. IRFC શેર્સે એક મહિનામાં લગભગ 80 ટકા વળતર આપ્યું છે અને આજે 2 ટકાના વધારા સાથે રૂ. 175 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો છે. NBCC (ભારત) ના શેરમાં આજે લગભગ 7 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જે 112 રૂપિયા પર છે.

આ શેરે એક સપ્તાહમાં 26 ટકાનું વળતર આપ્યું છે. IREDA શેર આજે 5 ટકા વધી રૂ. 169 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે એક સપ્તાહમાં 36 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, રેલ વિકાસ નિગમનો શેર આજે 2.12 ટકા વધીને 305 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે એક મહિનામાં 72 ટકા રિટર્ન આપ્યું છે. IRCONનો શેર આજે લગભગ 3 ટકા વધીને રૂ. 248 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે. તેણે એક મહિનામાં 50 ટકા વળતર આપ્યું છે.

Most Popular

To Top