Gujarat

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 18,000થી વધુ નવા કેસ


ભારતમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના 18,000થી વધુ નવા કેસ નોંધાયા છે. જેની સાથે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 1,12,10,799એ પહોંચી ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.

તેમજ સક્રિય કેસોમાં સતત પાંચમા દિવસે વધારો નોંધાયો હતો. હાલમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1,84,523 થઈ ગઈ છે. જે કુલ ચેપના 1.65 ટકા છે. મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોના સંક્રમણ સામે રિકવરી રેટ ઘટીને 96.95 ટકા થઈ ગયો છે

દેશમાં એક દિવસમાં કુલ 18,711 નવા કેસ નોંધાયા હતા. દેશમાં દરરોજ 100 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,57,756 થઈ ગઈ છે. દેશમાં કોરોનાને મહાત આપનાર લોકોની સંખ્યા વધીને 1,08,68,520 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.41 ટકા છે. આઇસીએમઆર અનુસાર, 6 માર્ચ સુધી કુલ 22,14,30,507 સેમ્પલનું અને શનિવારે 7,37,830 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

દેશમાં નવા 100 મૃત્યુમાં મહારાષ્ટ્રના 47, કેરળના 16 અને પંજાબના 12 લોકોનો સમાવેશ થાય છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,57,756 મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી 52,440, તમિળનાડુમાંથી 12,517, કર્ણાટકથી 12,359, દિલ્હીથી 10,919, પશ્ચિમ બંગાળથી 10,277, ઉત્તર પ્રદેશથી 8,729 અને આંધ્ર પ્રદેશથી 7,173 લોકોના મૃત્યુ થયા હતા. આરોગ્ય મંત્રાલયે ભાર મૂક્યો હતો કે 70 ટકાથી વધુ મૃત્યુ કોમોર્બિડીટીને કારણે થયા છે.

રાજ્યમાં કોરોનાએ ફરી વેગ પકડ્યો : અમદાવાદમાં 127 અને સુરતમાં 125 સહિત કુલ 575 કેસ
રાજયમાં એક તરફ કોરોના સામેનું રસીકરણ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ કોરોનાના નવા કેસો પણ વધી રહ્યાં છે. આજે અમદાવાદમાં 127 અને સુરતમાં 125 સાથે નવા 575 કેસો નોંધાયા છે. અમદાવાદ મનપામાં 1 દર્દીનું મૃત્યું થયું છે.

આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં રવિવારે નવા 575 કેસો નોંધાયા છે. જયારે 459 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.નવા કેસોમાં અમદાવાદ મનપામાં 127, સુરત મનપામાં 125, વડોદરામાં 70, રાજકોટમાં 58, ભાવનગરમાં 15, જામનગરમાં 8, ગાંધીનગર મનપામાં 6 અને જુનાગઢ મનપામાં 5 કેસો નોંધાયા છે.

રાજયમાં હાલમાં 3140 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 46 વેન્ટિલેટર પર અને અન્ય 3094 દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયમાં અત્યાર સુધીમાં 2,65,831 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે 4,415 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 33,703 લોકોને કોરોના સામે રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી છે.જયારે અત્યાર સુધીમાં 14,09,244 વ્યક્ત્તિઓને રસી આપવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top