Gujarat

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આવતા NRI માટે કોરોના ટેસ્ટ ફરજિયાત

અમદાવાદ : વિશ્વમાં ફરી એકવાર કોરોનાએ (Corona) ફરીથી માથુ ઉચક્યુ છે ત્યારે રાજ્ય સરકારે (State Govt) પ્રમુખસ્વામી (Pramuchswami) શતાબ્દી મહોત્સવની (Shatabdi Mohotsav) ઉજવણીના ભાગરૂપે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિદેશથી આવતા સત્સંગીઓ માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સુચના આપી છે. જેમાં વિદેશથી આવતા લોકોના કોરોનાના રિપોર્ટ બાદ જ મહોત્સવમાં ભાગ લેવા માટે સુચના આપવામાં આવી છે. સાથેસાથે પ્રમુખસ્વામીનગરમાં પ્રતિદિન બે લાખ જેટલા મુલાકાતીઓ આવી રહ્યા છે. જેથી નગરમાં કોરોના ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

  • પ્રમુખસ્વામીનગરમાં પ્રતિદિન બે લાખ જેટલા મુલાકાતીઓ આવી રહ્યા છે
  • વિદેશથી આવતા સત્સંગીઓ માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સુચના
  • ટેસ્ટ ફરજિયાત રિપોર્ટ બાદ મહોત્સવમાં પ્રવેશ અપાવવામાં આવશે

વિદેશથી આવતા લોકોના કોરોના ટેસ્ટ ફરજિયાત
ચીનમાં છેલ્લા મહિનાઓમાં કોરોના સંક્રમણ સતત બેકાબુ બન્યા બાદ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાના કેસમાં ચોંકાવનારો વધારો થયો છે. જેના પગલે ભારતમાં પણ સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં વિદેશથી આવતા લોકોના કોરોના ટેસ્ટ ફરજિયાત કરવા અને ભીડભાડ વાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા માટે પણ સુચના આપી છે.હાલ અમદવાદ ખાતે આવેલા એસપી નગરમાં પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે અહીં રોજ-બરોજ હજારોની સંખ્યામાં હરિ ભક્તો આવે છે તેમની સુરક્ષા કાજે હવે રાજ્ય સરકાર સતર્ક થઇ છે.

રિપોર્ટ બાદ મહોત્સવમાં પ્રવેશ અપાવવામાં આવશે
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવતા વિદેશીઓની ફરજિયાત કોરોના રિપોર્ટ કરવા અને રિપોર્ટ બાદ મહોત્સવમાં પ્રવેશ અપાવવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આયોજક બીએપીએસના સંચાલકોને જાણ કરી છે. આ ઉપરાંત, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવતા લોકોને લક્ષણ જણાય આવે તો નગરમાં જ કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવશે. જેથી સંતર્ક કરી શકાય. તેમજ જે મુલાકાતીઓએ કોરોનાના વેક્સીનનો ત્રીજો ડોઝ ન લીધો હોય તેમને પણ ડોઝ લઇ લેવા માટે જણાવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની સુચના બાદ બીએપીએસ દ્વારા પણ ટુંક સમયમાં સત્તાવાર એડવાઇઝરી બહાર પાડવામાં આવી શકે છે.

600 એકર જમીન પર લગભગ 40 કરતાં વધારે ડોમ
ઉલ્લેખનીય છે કે આખા પ્રમુખ સ્વામી નગર 600 એકર જમીન પર બનવવામાં આવ્યું છે જ્યાં લગભગ 40 કરતાં પણ વધારે અલગ અલગ પ્રકારના ડોમ બનાવવામાં આવ્યા છે. દરેક સેન્ટરો ઉપર હરિ ભક્તોની ખુબ જ ભીડ રહેતી હૉય છે.

Most Popular

To Top