Charchapatra

કલેક્શન

ગુજરાતી સાહિત્યમાં કાવ્ય, ગઝલ, ગીત અને નવલિકા, વાર્તા જેવા અનેક સંગ્રહ જોવા મળે છે. આજે વાત કરવી છે, પુસ્તકોના કલેક્શન-સંગ્રહની. વિવિધ પુસ્તકાલયમાં અસંખ્ય પુસ્તકોનો સંગ્રહ હોય, પણ કોઈકને ઘરે પોતીકી લાયબ્રેરી જોવા મળે ત્યારે અનહદ આનંદ થાય. મને લાગે છે કે જે ઘરમાં પુસ્તકોનો સંગ્રહ હોય, સૌને વાચન શોખ હોય તે ઘરનાં બાળકોને પણ પુસ્તકમાં રસ પડે છે. ભવિષ્યમાં તે બાળકોને લેખનકલામાં રસ પડે છે. કોઈક સહિત્યકારને પૂછીએ તો જાણવા મળે કે તેમના ઘરે પુસ્તકો હતાં, જેના કારણે પોતે લેખક બની શક્યા. પુસ્તક કલેક્શન વારસામાં આપીએ, જેથી ભાવિ પેઢીને માતૃભાષાના સાહિત્યમાં રસ જાગશે. તેમાંથી ભવિષ્યમાં આપણને સારા લેખક-કવિ મળશે. ટૂંકમાં આપણને મળેલાં પુસ્તકોનો વારસો આગળ ચાલે તેમ કરીએ. ગુજરાતી સાહિત્યનો વારસો નવી પેઢીને નવી દિશા ચોક્કસ આપશે. આપવા જેવો વારસો એટલે પુસ્તક કલેક્શન.
નવસારી  – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ પકડાઇ છે? યુવાનોનું શું થશે?
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે આપેલા આંકડા અનુસાર 2022માં સમગ્ર દેશમાં કુલ 71.89 કિલો કોકેઇન ઝડપાયું હતું ને તેમાંથી અડધાથી વધારે કોકેઇન ગુજરાતમાંથી જ ઝડપાયું છે. ગુજરાતમાંથી 39.1 કિલો કોકેઇન મળ્યું છે. સરકારે આપેલા આંકડા અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 96.691 કિલો ડ્રગ્સ, 2229 લિટર લિકિવડ ડ્રગ્સ અને 93,763 ડ્રગ્સ પિલ્સ અને ઇન્જેકશન પકડાયા હતા. આ ઉપરથી એવું જણાઇ રહ્યું છે કે હવે ગુજરાત ડ્રગ્સનું નવું હબ બની રહ્યું છે. આવા સંજોગોમાં યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ફસાય તે પહેલાં કડક, નક્કર અને અસરકારક પગલાંઓ સરકારે લેવાની તાતી જરૂર છે. દરિયાકિનારે ચાંપતી નજર રાખવા માટે કોસ્ટગાર્ડની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. સિંગાપોર જેવા દેશમાં ડ્રગ્સની હેરા-ફેરી અટકાવવા માટે ફાંસીની સજાની જોગવાઇ છે. આપણા દેશમાં પણ આવી જોગવાઇ કરવાની તાતી જરૂર છે.
પાલનપુર  – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top