National

અરુણાચલના બે યુવકો ગુમ: જડીબુટી શોધવા ગયા હતા,ચીને બંધક બનાવ્યા હોવાની આશંકા

અરુણાચલ પ્રદેશ: ચીન તેની અવરચંડાઇને લઇ કઈને કઈ છમકલાં કરવામાં માહિર છે. બે યુવકો ચીન (China) સરહદ (Border) નજીકથી ગુમ (Missing) થયાના રિપોર્ટ છે.અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) બે યુવકો બેટીલમ ટિકરો અને બિઈંગસો મન્યુ ચીન સરહદ નજીકથી ગુમ થયા છે. જે અંગેની માહિતી આપતાં અંજાવ જિલ્લાના પોલીસ અધિક્ષક રાયક કામસીએ જણાવ્યું હતું કે ઔષધીય છોડની શોધમાં ભારત-ચીન સરહદી વિસ્તારોમાં જતાં બે યુવકો ગુમ થયા હતા. તેના પરિવારજનોએ આ અંગે પોલીસમાં મિસિંગની ફરિયાદો નોંધાવી હતી. અમે સેનાનો સંપર્ક કર્યો છે અને અમારું સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન પણ શરુ કર્યું છે. બેટીલમ ટિકરો અને બીંગસો મન્યુના પરિવારોને શંકા જતાવી હતી કે તેમને અરુણાચલ-ચીન સરહદ પર ચીની સૈનિકોએ બંધક બનાવ્યા છે.

પરિવારોએ કેન્દ્ર, રાજ્ય સરકાર અને સેનાને મદદની અપીલ કરી
ગુમ થયેલા બને યુવકો અરુણાચલ પ્રદેશના અંજુના ગોઈલાંગ શહેરના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઔષધીય જડીબુટીની શોધ કરવા માટે 19 ઓગસ્ટે અંજુના ચગલગામ માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા ન હતા.બને છેલ્લે 24 ઓગસ્ટના રોજ જોવામાં આવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેમના કોઈ સમાચાર મળ્યા ન હતા.ગુમ થયેલા બને યુવકોના પરિવારજનોનુ કહેવું હતું કે,તેઓએ પહેલા બનેની શોધખોળ સ્થાનિક લેવલ ઉપર કરી હતી.પણ તેમને કોઈ સફળતા ન મળતા છેલ્લે તેમણે 9 ઓક્ટોબરના રોજ સ્થાનિક પોલીસ સ્ટેશન ખુપામાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારોએ કેન્દ્ર, રાજ્ય સરકાર અને સેનાને મદદની અપીલ કરી છે. ટિકરોના પરિવારના એક સભ્યએ કહ્યું, ‘અમે સેનાની મદદ માંગી છે કારણ કે અમને શંકા છે કે તેઓ અજાણતા ચીન ગયા હશે.’

બંનેને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ
આ અંગે સ્થાનિક પોલીસનું કહેવું છે કે બંનેને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અંજાવના એસપી રાયકે કામસીએ આ અંગેની વિગતો આપતા કહ્યું હતું કે,જડીબુટ્ટીઓની શોધમાં જંગલોમાં જવું સામાન્ય વાત છે. છોકરાઓએ સરહદ નજીકના ઘરમાં આશરો લીધો હશે. કારણ કે ગોઇલિયાંગથી પગપાળા સ્થળ પર પહોંચવામાં 12 દિવસ જેટલો સમય લાગે છે. જાન્યુઆરી 2022માં પણ અરુણાચલ પ્રદેશની રહેવાસી મીરામ તારોન સરહદ પાસેના જંગલમાં ઔષધીય છોડની શોધમાં ભટકતી હતી અને અજાણતા ચીન જતી રહી હતી. તેને ચીની સૈનિકોએ પકડી લીધો હતો. જોકે, ભારતીય સૈન્ય અધિકારીઓની દરમિયાનગીરી બાદ તેને થોડા દિવસો બાદ છોડી દેવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર 2020માં ચીને 5 યુવકોનું અપહરણ કર્યું હતું
સપ્ટેમ્બર 2020માં પણ પીએલએએ અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાંથી 5 યુવાનોનું અપહરણ કર્યું હતું અને લગભગ એક અઠવાડિયા પછી તેમને મુક્ત કર્યા હતા. ઉલ્લેખનિય ચે કે, ભારત લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ચીન સાથે 3,400 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) શેર કરે છે. અરુણાચલ પ્રદેશની 1,080 કિમી લાંબી સરહદ ચીનથી જોડાયેલી છે. ઉપરાંત મ્યાનમાર સાથે 520 કિલોમીટર લાંબી સરહદ અને ભૂટાન સાથે 217 કિલોમીટર લાંબી સરહદ પણ જોડાયેલી છે.

Most Popular

To Top