National

મુખ્યમંત્રી મોહન યાદવે ઉજ્જૈનમાં રાત્રી રોકાણ કરી પ્રચલીત માન્યતાને બદલી

મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષોથી એક દંતકથા (Myth) પ્રચલિત હતી કે અહીંના રાજા મહાકાલ (Mahakal) છે. તેમજ અહીં કોઈ રાજા કે મંત્રી રાતના સમયે રોકાઈ (Stay) શકતા નથી. આ કારણથી દેશના કોઈ પણ નેતા અહીં રાત સમયે રોકાયા નથી. પરંતુ મધ્યપ્રદેશના (MP) મુખ્યમંત્રી ડો.મોહન યાદવે આ માન્યતાને બદલી નાંખી છે. તેઓ રાત્રે અહીં રોકાયા હતા. આ સાથે જ તેમણે કહ્યું કે હું ભગવાન મહાકાલનો પુત્ર છું.

સમગ્ર મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ બાબતે કહ્યું હતું કે જો મહાકાલે તેઓને નુકસાન પહોંચાડવું હોય તો તેઓ ગમે ત્યાં હશે પરંતુ મહાકાલ તેમને નુકશાન પહોંચાડી શકે છે. જેનો નગર નિગમ સિમા સાથે કોઇ સંબંધ નથી. ભગવાન મહાકાલ માત્ર આ એક જ નગરના રાજા નથી. પરંતુ તેઓ સમગ્ર બ્રહ્માંડના રાજા છે. વધુમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવે સભાને સંબોધતા કહ્યું કે આ એક ઉદાહરણ છે કે ભગવાન મહાકાલએ તેમની ઈચ્છાથી મને સીએમ બનાવ્યો અને અહીંની પૌરાણિક કથા બદલવા કહ્યું.

મોહન યાદવે કહ્યું કે આ આપણા માટે સૌભાગ્યની વાત છે અને હું આનાથી ખૂબ ખુશ છું કે આખરે આ દંતકથાને બદલવામાં આવી છે. મને ખબર નથી કે આ દંતકથા જાણી જોઈને બનાવવામાં આવી છે કે અજાણતામાં. પરંતુ તે ચોક્કસપણે મહારાજ સિંધિયા દ્વારા કરવામાં આવેલી રાજકીય ઘટના હતી. તેમજ દોલત રાવજીના સમયમાં જ્યારે 1852માં અહીંથી રાજધાની ખસેડવામાં આવી ત્યારે તેમણે સમીકરણો બનાવ્યા. તેમણે કહ્યું કે રાજા અહીં રાતે રોકાશે નહીં. તેમજ આ અફવાના આધારે અહીં રાત્રીના સમયે કોઇ ચડાઇ કરવા આવશે નહીં. આ કારણે રાજાનો અને રાજધાનીનો બચાવ કરી શકાશે.

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ મૂળ ઉજ્જૈનના જ વતની છે. તેમજ તેઓ ઉજ્જૈન દક્ષિણ સીટથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે બીજેપીએ સીએમ પદ માટે તેમનું નામ પસંદ કર્યું ત્યારે એક નવા પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી. તેમજ મધ્ય પ્રદેશ કોંગ્રેસના મીડિયા વિંગના અધ્યક્ષ કેકે મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને અભિનંદન અને શુભેચ્છાઓ. પરંતુ શું કોઈ સનાતની કહેશે કે બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં હવે બે રાજાઓ કેવી રીતે રહેશે?

Most Popular

To Top