Vadodara

ચાંદોદ પોલીસ મથકના પો.કો. 35 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

વડોદરા: ચાંદોદ પોલીસ મથકે ફરજ બજાવતા હતાં જેમની ફરજ તેનતળાવ બીટ ખાતે હતી જેમાં એક ઇસમ ૨૨-૧૧-૨૦૨૩ ના રોજ કરણેટ વસાહત -૧  માંથી બે વિદેશી શરાબ ના બે નંગ કવાટરીયા લઈને પોર જતાં હતાં  ફરીયાદી ને તેનતળાવ કેનાલ પાસે કોન્સ્ટેબલ હરેશભાઈ એ બે નંગ કવાટરીયા સાથે પકડેલ  ફરીયાદી અને પિતરાઈ ભાઈ પર દારૂ નો કેસ કરેલ જેમાં ફરીયાદી ને જામીન મળી ગયેલા ત્યાર પછી ફરીયાદી ના પિતરાઈ ભાઈ ને હાજર કરવા ના અને માર નહીં મારવા ના તથા હેરાન નહીં કરવાના ₹ ૪૦,૦૦૦/-  ની માંગણી કરેલ  જેમાં રકઝક ને અંતે ₹ ૩૫,૦૦૦/- માં નક્કી કરેલ પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોય પોતાની ફરિયાદ એ છોટાઉદેપુર એ.સી.બી ને આપેલ જેમાં આજરોજ લાંચના છટકા નું આયોજન કરી એ.સી.બી એ પંચ ને સાથે રાખી આજે લાંચ ની રકમ ₹૩૫,૦૦૦/- સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા હતા  આ લાંચ કેસ માં કે.એન.રાઠવા પી.આઈ. છોટાઉદેપુર એ.સી.બી અને સુપરવિઝન બી.એમ. પટેલ ઈન્ચાર્જ મદદનીશ નિયામક એ.સી.બી વડોદરા એકમે આખો ખેલ પાડી દીધો છે કહે છે કે ચાંદોદ પોલીસ મથક માં બહાર થી આવતા શ્રધ્ધાળુઓ , અને ગ્રામજનો ને ખોટી હેરાન ગતિ ની ચર્ચા આખાય પંથક માં ઉઠવા પામી છે થોડાક દિવસ પૂર્વે ડભોઇ સેવા સદન માં એ.સી.બી ટ્રેપ નિષ્ફળ નિવડેલ પરંતુ આજ રોજ ખેલ પાડી દીધો ડભોઇ પંથકમાં ભ્રષ્ટાચાર ની બોલબાલા દિવસે ને દિવસે વધવા પામી દારૂ,જુગાર ના કેસ માં લાંચ આપી છુટી જવાને કારણે કોઈ ને ડર રહયો નથી જેને લઇને જાગૃત નાગરિક દ્વારા એસીબી ને જાણ કરી લાંચ લેના પોલીસ કોન્સ્ટેબલ ની ધરપકડ કરી દેવામાં આવી છે.

Most Popular

To Top