SURAT

સુરતમાં મોડી રાત્રે બેફામ દોડતી કાર ત્રણથી ચાર પલટી મારી ગઈ

સુરત: સુરત (Surat) શહેરમાં સોમવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીંના અલથાણ વિસ્તારમાંથી ફૂલસ્પીડમાં હંકારી રહેલાં કાર (Car) ચાલકે સ્ટયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર 3થી 4 પલટી મારી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા (Injured) પહોંચી હતી. કાર ચાલકની નશાની (Drunk) હાલતમાં મળી આવ્યો હતો.

  • મોડી રાત્રે અલથાણ રોડ પર અકસ્માત સર્જાયો
  • દારૂ પીને ફૂલસ્પીડમાં ચલાવતા કાર ચાલકે અકસ્માત કર્યો
  • કાર ચાલકને સામાન્ય ઈજા

ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Gujarat State Home Minister Harsh Sanghvi) દ્વારા હાલમાં જ સુરત શહેરમાં બેફામ રીતે બાઈક અને કાર ચલાવનારા સામે લાલ આંખ કરવા સુરત પોલીસને આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પોલીસે ફૂલ સ્પીડમાં વાહન ચલાવનાર સામે ઝૂંબેશ ચલાવી હતી તે હેઠળ પોલીસે હંમેશાની જેમ ટાર્ગેટ પૂરો કરવા ગણતરીના વાહનો ડિટેઈન કર્યા હતા. જોકે, હાલમાં કેટલાંક બદમાશો દ્વારા પણ લોકોની જિંદગી જોખમાયતે રીતે બેફામ વાહનો હંકારી રહ્યાં છે. તે પણ દારૂના નશાની હાલતમાં.

સોમવારે તા.26 ડિસેમ્બરની મોડી રાત્રે અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં એક કાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક હ્યુન્ડાઈ કંપનીનો કારનો ચાલક ફૂલસ્પીડમાં અને ગફલતભરી રીતે કાર હંકારી રહ્યો હતો. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર રસ્તા પર 3થી 4 પલટી મારી ગઈ હતી. સુખદ વાત એ છે કે આટલો જોરદાર અકસ્માત થયો હોવા છતાં કાર ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. સામાન્ય ઈજા જ થઈ હતી.

દરમિયાન જાણવા મળ્યું છે કે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને દારૂના નશામાં ચૂર થઈ ફૂલસ્પીડમાં કાર હંકારી રહ્યો હતો. જે રોડ ઉપર અકસ્માત થયો હતો તે અલથાણ રોડ પર રાત્રિએ 10 વાગ્યા પહેલાં અવરજવર રહેતી હોય છે. જોકે, સદ્દનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ ટળી હતી. અલથાણ રોડ પર છેલ્લાં કેટલાંક વર્ષોમાં દારૂ પીને બેફામ ગાડી ચલાવનારાઓનો ત્રાસ વધી ગયો છે. અહીંના લોકો અકસ્માતના ભયથી રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા લાગ્યા છે. પોલીસ તંત્ર આ બાબતે ધ્યાન આપે તેવી લોકોની માંગણી છે.

Most Popular

To Top