National

ભારતના આ અનોખા નંદીબાબાનું થયું નિધન

બુંદેલખંડ : (Bundelkhand) ભારતમાં ધાર્મિક સ્થળો ઉપર પણ અનેક વિશેષતાઓ જોવા મળે છે. બુંદેલખંડના કેદારનાથ તરીકે ઓળખાતા જટાશંકર ધામ (Jatashankar Dham) ખુબ પવિત્ર જગ્યાઓ પૈકીની એક જગ્યા છે. ધામમાં છેલ્લા 11 વર્ષથી રહેતા ત્રણ શિંગડા (Three Horns) અને ત્રણ આંખોવાળા (Three Eyes) નંદી બાબા (Nandi Baba) આસ્થાનું કેન્દ્ર હતા જેનું હાલમાં જ બીમારીને લઇને નિધન (Passing Away) થયું છે.આ નંદીબાબા ઘણા સમયથી બીમાર હતા અને જટાશંકર ટ્રસ્ટ કમિટીમાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. નંદી બાબાના નિધનથી સમગ્ર જટાશંકર ધામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તેમના નિધન બાદ ધામને બંધ રાખવામાં આવ્યો હતો.તેમનો અંતિમ સંસ્કાર સંપર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવ્યો હતો.

6 વર્ષની ઉંમરે નંદી બાબા મંદિરમાં પહોંચ્યા હતા
પ્રાપ્ત જાણકારી અનુસાર આ નંદી બાબાનું જન્મસ્થળ કિશનગઢ છે. જેમનો જન્મ લક્ષ્મણ યાદવના ઘરે થયો હતો. નંદી બાબા જ્યારે યાત્રા કરીને જટાશંકર ધામ પહોંચ્યા ત્યારે તેમની ઉંમર લગભગ 6 વર્ષની હતી. તેમના ત્રણ શિંગડાની સાથે કપાળ પર ત્રીજી આંખ પણ દેખાતી હતી જે જટાશંકર ધામમાં આકર્ષણ અને વિશેષ આસ્થાનું કેન્દ્ર બની ગયા હતી. જ્યાં મંદિર પરિસરમાં નંદી બાબા રહેતા હતા તે જ જગ્યાએ લગભગ 6 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમને દફનાવવામાં આવ્યા છે. આ સાથે મંદિર સંકુલે લગભગ 2 લાખ રૂપિયાની કિંમતની તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અહીં નંદી મંદિર પણ બનાવવામાં આવશે. રાજ્ય અને દેશનું આ પહેલું નંદી મંદિર હશે. અંતિમ વિદાય બાદ નંદી બાબાની આબેહૂબ પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમાને આધુનિક લુક આપવામાં આવશે.

ઈલાજ માટે પાંચ તબીબોની પેનલ જોડાઈ હતી
નંદી બાબાનું નિધન ગુરુવારની સાંજે થયું હતું. અને ત્યારબાદ શુક્રવારે સાંજે તેમની સમાધિની પ્રક્રિયા કરવામાં આવી હતી. મંત્રોચ્ચારની સાથે તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.તેમના દેહત્યાગના સમાચાર ફેલાતાની સાથે જ ભક્તગણ મોટી સંખ્યામાં જટાશંકર ધામ પહોંચ્યા હતા.ઉલ્લેખનીય છે કે નંદીબાબા 6 વર્ષની ઉંમરે અહીં આવ્યા હતા.અને ત્યારથી તેઓ અહીંજ રહેતા હતા.જે પણ ભક્ત જટાશંકર ધામ આવતા હતા તેઓ અચૂક તેમના દર્શન કરતા હતા.તેમના નિધન પર શોક વ્યક્ત કરવા માટે સ્થનિક માર્કેટો પણ સ્વેછાએ બેન્ડ રાખવામાં આવ્યા હતા.તેમની બીમારી પાછળ પાંચ તબીબોની ટિમ ઈલાજમાં લાગી ગઈ હતી પણ સંજોગો વસાત તેઓ બચી શક્યા ન હતા.

Most Popular

To Top