Sports

41 વર્ષની ઉંમરમાં નીના બની બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયન

નવી દિલ્હી: સૌથી જોખમી હોય છે સપનાઓનું મરી જવું, બ્રિટનની બોક્સર (British Boxer) નીના હ્યુજેસે (Nina Hughes) તેને દરેક શ્વાસમાં જીવ્યું પણ અને સહન પણ કર્યું. ‘હવે તુ બોક્સિંગ ચેમ્પિયન બની શકે નહીં, રિંગમાં ઉતરવા માટે તને કોઈ સાઈન નહીં કરે’, આવા જ કેટલાંક ટોણાઓ સાંભળી બે બાળકોની માતા નીનાએ પોતાના ઝુનુનનો ત્યાગ કરી પારિવારીક જીવન પસંદ કર્યું હતું.

જો કે તેને ફીટ રહેવાનું ગમતું અને માતા બન્યાના 3 અઠવાડિયામાં તેણે ફરીથી જિમ શરૂ કર્યું હતું. નીનાએ પ્રોફેશનલ કારકિર્દી શરૂ કરતા પહેલા સતત 15 વર્ષ પ્રેક્ટીસ કરી હતી. અંતે નીનાએ ફરીથી બોક્સિંગ રિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો અને માત્ર 5 પ્રોફેશનલ ફાઈટ બાદ 41 વર્ષની ઉંમરમાં તે બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ટાઈટલ જીત્યા બાદ નીના પ્રથમ વખત શનિવારે લંડનના વેંબલી સ્ટેડિયમમાં પોતાની ચેમ્પિયનશીપ બેલ્ડ ડિફેન્ડ કરવા ઉતરશે. તેનો મુકાબલો કૈટી હેલી સામે થશે.

નીનાએ જણાવ્યું હતું કે મેચ પહેલાં તે અંડરડોગ હતી પણ નીનાએ મેચમાં એકતરફી વિજય મેળવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યા બાદ નીના પ્રથમ વખત વેંબલેમાં કૈટી હૈલે સામે ફાઈટ લડશે.

ઈજાના કારણે નીરજ ચોપડાએ પાવો નૂરમી ગેમ્સમાંથી નામ પરત ખેંચ્યુ
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ પ્રતિષ્ઠીત પાવો નૂરમી હરિફાઈમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આ ટુર્નામેન્ટ 13 જૂનના રોજ ફિનલેન્ડના તુર્કૂમાં યોજાવાની છે. ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું હતું કે ભારતના ભાલા ફેંક નીરજે તેમને જણાવ્યું હતું કે ગોલ્ડ સ્તરની ઈવેન્ટ વર્લ્ડ એથલેટીક કોન્ટીનેન્ટલ ટુરમાં ઈજાના કારણે તે ભાગ લઈ શકશે નહીં.

મે મહિનામાં દોહા ડાયમંડ લીગ જીતીને પોતાની સીઝનની શરૂઆત કરનાર નીરજે 4 જૂને નેધરલેન્ડમાં થયેલા એફબીકે ગેમ્સમાં પણ ભાગ લીધો ન હતો. વિશ્વમાં પ્રથમ ક્રમના નીરજે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે માંસપેશીમાં ખેંચ આવવાના કારણે તેણે એફબીકે ગેમ્સમાંથી નામ પાછું ખેંચ્યું હતું, અભ્યાસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ જ કારણથી નીરજે પાવો નૂરમી ગેમ્સમાં પણ ભાગ લીધો નથી.

નીરજ ચોપડાએ પાવો નૂરમી ગેમ્સના અગાઉના સંસ્કરણમાં 89.30 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તે ઈવેન્ટમાં નીરજનો થ્રો તે સમયે તેનો શ્રેષ્ઠ હતો, જો કે તેણે 2022 વિશ્વ કપ દરમિયાન પોતાના રેકોર્ડને સુધાર્યો હતો અને 89.94 મીટર થ્રો કર્યો હતો જે હાલમાં રાષ્ટ્રીય રેકોર્ડ છે. નીરજના બહાર થતા ગત વિજેતા ઓલિવર હેલેન્ડરને પોતાનું ટાઈટલ જાળવી રાખવું સહેલું રહેશે.

Most Popular

To Top