Charchapatra

સોશિયલ મીડિયા પર લગામ

સોશિયલ મીડિયા પર લગામના સમાચાર વાંચીને ઘણું સારું લાગ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવાતી હિંસા અને મહિલાઓ પરના આપત્તિજનક દ્રશ્યોમાં કાપ આવશે. ટિવટર અને ફેસબુક દ્વારા ફેલાવાતા ખોટા પ્રચાર પર પણ આની અસર દેખાવી જોઇએ.

આ એક વિડંબના છે કે પોતાની વાત કહેવાની કલાને પ્રદર્શિત કરવાનો મોકો સોશિયલ મીડિયા પર મળ્યો છે પરંતુ તેનો ઉપયોગ ખોટી રીતે થતો હોવાને કારણે સરકારને એની ઉપર લગામ કસવાની નોબત આવી છે. આ અધિકારની સાથે અઆવતા કર્તવ્યને પણ નજરઅંદાજ કરવાનું પરિણામ છે. આશા રાખીએ કે હવે બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીથી કરશે.

સુરત              – સુભાષ બી. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top