Dakshin Gujarat

મધ્યપ્રદેશનો નેત્રહિન યુવાન લાકડીના સહારે 3600 કિ.મી.ની નર્મદા પરિક્રમા પર નીકળ્યો

ભરૂચ: “આંખ નથી પણ દ્રષ્ટિ છે.”એ સુત્રને ચરિતાર્થ કરવા માટે નર્મદા નદીના કાંઠે નેત્રહીન નિલેષ ધનગર ૯૧ દિવસમાં ૬૦૫ કિલોમીટરનું અંતર કાપી અંકલેશ્વર આવી પહોચ્યા છે. મધ્યપ્રદેશથી સાતપુડાની તળેટી પસાર કરીને અંકલેશ્વર આવી પહોચેલા નેત્રહીન નર્મદા પરિક્રમાર્થી લાકડીના ટેકે રસ્તો કાચો છે કે પાકો, રોડ પર વણાંકની પણ ખબર પડે એવી રીતે નીકળ્યા છે. જો કે આમેય પણ આંખથી દેખાતા હોય એવા લોકો પણ ક્યારેક ખાડા નડે અને ઠેસ પહોચે એવું બને છે. ત્યારે દ્રષ્ટિહીન પરિક્રમાર્થી કોઈની મદદની આશા વિના 3600 કિલોમીટરની પરિક્રમા કરવા નીકળી પડ્યા છે.

  • “આંખ નહિ પણ દ્રષ્ટિ છે.”ને સાકાર કરતો દાખલો: એમ.એ પોલીટીકલ સાયન્સ ભણેલા દ્રષ્ટિહીન યુવાન લાકડીના સહારે નર્મદા પરિક્રમામાં અંકલેશ્વરમાં આવ્યા
  • શરૂઆતમાં અઢી મહિના ટેકણ લાકડીના સહારે એકલા ચાલ્યા બાદ ધીમે ધીમે લોકો મદદે આવ્યા: નેત્રહીન નિલેષ ધનગરનું માદરે વતન પરિક્રમાનો માર્ગ હોવાથી પ્રેરણા મળતા આખરે હાલમાં નર્મદા પરિક્રમા કરવાનો નિર્ણય અમલમાં મુક્યો

તા-૨જી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ મધ્યપ્રદેશની બુધનીઘટ જીલ્લા સિહોરથી નર્મદા તટેથી “માં નર્મદે” મનોમન નાદથી શુભ શરૂઆત કરી હતી. પરિક્રમાવસી નિલેષ ધનગરએ નર્મદા પરિક્રમા પહેલા અગાઉ ચાર પગપાળા ચાલ્યા. પહેલા તો ઇન્દોરથી દેવાસ ૩૫ કિલોમીટર પગયાત્રાને ટેક ચાંમુડા દર્શન કર્યા, બીજીવાર ઇન્દોરથી ઉજ્જૈન ૬૫ કિલોમીટર કરીને મહાકાલના દર્શન કર્યા અને ત્રીજીવખત ઇન્દોરથી ઓમકારેશ્વર નર્મદા નદીમાં સ્નાન કરીને શિવજીના દર્શન કરીને ખંડવા ૧૫૦ કિલોમીટર ધુનીવાલ દાદાના દર્શન કર્યા. અને ચોથીવાર ઇન્દોરથી ૧૨૬ કિલોમીટર પગયાત્રા કરીને આખરે હિંમત વધતા આખરે નર્મદા પરિક્રમા શરૂ કરી.

નર્મદા પરિક્રમાના શરૂઆતના તબક્કામાં અઢી મહિના નેત્રહીન પરિક્રમાર્થી એકલપંડે પગપાળા ચાલતા હતા. એ વેળા આગળ ખાડા, પથ્થર, ગાય, કુતરા કે અન્ય નડતી વસ્તુ રોડ પર મળે. આગળ ચાલતા લોકોએ ખુબ મદદ કરીને પગપાળાના હલેસા મારતા ગયા. જો કે નિલેશ ધનગરને ચાલવા માટે એકમાત્ર સહારો લાકડીને ઠપકારતા મારીને ચાલતા હતા. જેમાં જમીન પર રોડ કાચો હોય કે પાકો એને લાકડીથી કાનમાં અવાજ સંભળાય.ર સ્તામાં વળાંક આવે ત્યારે સપોર્ટ કરનારા લોકો અલગ અલગ પ્રકારની બે સંજ્ઞારૂપ ઠપકારતા અવાજ આપે તેનાથી ખબર પડે કે ડાબી કે જમણી બાજુ વળવાનું છે.

પરિક્રમાવાસીઓને જોઈ પરિક્રમા કરવાનો નિર્ણય લીધો
આંખે દેખાય નહિ છતાં કુદરતે વધુ શક્તિ આપી હોય એવો અહેસાસ થાય. MA POપોલીટીકલ સાયન્સમાં અભ્યાસ કરેલા નેત્રહીન પરિક્રમાવાસી નિલેષ ધનગર માટે મૂળ તો બાળપણથી તેમનું ગામ પરિક્રમા માર્ગમાં આવતું હોવાથી પરિક્રમાવાસીઓ તેમને ત્યાંથી અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ લેવા આવતા હોવાથી નિરંતર પ્રવાહ જોઇને હાલમાં તેમને પરિક્રમા કરવાનો નિર્ણય લીધો.

આંખે જોઈ ન શકતા નિલેશ ધનગર બખૂપી કમ્પ્યૂટર ચલાવે છે
પરિક્રમાર્થી માટે ખૂબી એ છે કે પોતે જોઈ નથી શકતા પણ કુદરતે આપેલી શક્તિ પ્રમાણે મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપકરણો આરામથી ચલાવી શકે છે. પોતે કોમ્પ્યુટરમાં PGDCA ભણ્યા હોવાથી આવા ઉપકરણો તેમના હાથમાં રમે છે. તેઓ માટે ટોક બેક ફીચર્સનો ઉપયોગ કરે છે.

Most Popular

To Top