Gujarat

બિપરજોય વાવાઝોડાની અસર જોતાં કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ

કચ્છ : બિપરજોય વાવાઝોડું (Biparjoy Cyclone) ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharastra) તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધતા વિકરાળ સ્વરૂપ પણ લઈ રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં (Sea) ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. ભારતીય હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાની અસર સાત રાજ્યોમાં જોવા મળશે. ઉપરાંત 15 જૂને ગુજરાતમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાવાની સાથે વરસાદ પડશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. બિપોરજોય વાવાઝોડાના પગલે NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં તૈનાત કરાઈ છે. તેમજ ૩ ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની ૧૨ ટીમો પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે. સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ ‌‌‌‌દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે ભૂપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી.

હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 360 કિલોમીટર જ્યારે દ્વારકાથી 400 કિલોમીટર દૂર છે. તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં આવી ગયું છે. રાજ્યના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પોરબંદરમાં 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે,

બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સક્રિય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મંત્રીઓને દરિયાકિનારાના જિલ્લાઓની જવાબદારી સોંપી છે. તેમજ આ પરિસ્થિતિને ગંભીર સમજીને મુખ્યમંત્રીએ અલગ અલગ મંત્રીઓને સોંપેલા જિલ્લાઓમાં રાત્રે જ પહોંચી જવાનો આદેશ આપ્યો હતો.

જૂનાગઢના માંગરોળના દરિયામાં રવિવારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયો ગાંડોતૂર થતા જાફરાબાદના કિનારે 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યાં હતાં. નવસારીના દાંડી અને ઉભરાટના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. દાંડી અને ઉભરાટમાં 4 થી 5 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યાં હતા. 

Most Popular

To Top