Gujarat

ભાવનગર જિલ્લામાં આજે 278 કેસ નોંધાયા, લમ્પી વાઇરસથી 17 પશુઓના મોત થયા

ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં એક દિવસમાં 17 પશુઓના લમ્પી (Lumpy) વાઇરસથી મોત થયા છે. તેમજ 278 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લમ્પી વાઇરસના નવા 711 કેસ સામે આવ્યાં છે. તેમજ 40 પશુઓના મોત (Death) થયા છે. પોઝિટિવ કેસ વધવા સાથે મોતની સંખ્યા પણ વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે.

લમ્પીના કેસમાં સતત વધારો
ભાવનગર જિલ્લાના ગામોમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક ગામોમાં લમ્પી વાઇરસે દેખા દીધા છે એટલું જ નહીં પણ ત્રણ દિવસમાં 40 પશુઓના મોત થયા છે. જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ વધી રહી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં જ 711 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, અત્યાર સુધીમાં 3749 પોઝિટિવ કેસ નોંધાયા છે.

10 તાલુકામાં 374 ગામો અસરગ્રસ્ત
​​​​​​​ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાઇરસના કુલ 3749 કેસ નોંધાયા છે અને કુલ 330 પશુના મોત થયા છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. દસ તાલુકામાં 374 ગામો અસરગ્રસ્ત છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,28,607નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

Most Popular

To Top