Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટે ફરી ગુજરાત મુલાકાતે

ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટના રોજ ફરી એક વખત ગુજરાત (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે. મુલાકાત દરમિયાન તેઓ કચ્છની (Kutch) મુલાકાત લેશે અને જુદા જુદા પ્રકલ્પોને ખુલ્લા મુકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતો પણ વધી ગઈ છે. આગામી 28મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજની મુલાકાત લેશે. ભુજ ખાતે ભવ્ય રોડ-શો યોજાયા બાદ, કચ્છ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળ ભૂમિ સ્મારક, દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, ખાનગી ગૃહ ઉદ્યોગના નવા યુનિટો જેવા અનેક પ્રકલ્પોને ખુલ્લા મુકશે.

Most Popular

To Top