Dakshin Gujarat

ભરૂચથી સુરત વચ્ચે નેશનલ હાઈવે નં. 8 પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ!

ભરૂચ: ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નં-8 (National Highway No.8) પર વરસાદને પગલે ધોવાતા ભરૂચથી (Bharuch) ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચથી સુરત (Bharuch to Surat) તરફનો હાઈવે લગભગ 15થી વધુ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.

ચોમાસું શરુ થતાં જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે, જેને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતાં જ ભરૂચ જિલ્લામાંથી પસાર થતો હાઈવે બ્રીજ ઉપર ખાડા પડવાના શરુ થઇ ગયા છે. તો બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલા ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

રવિવારે મોડી રાત્રે અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 15 કિલોમીટર સુધીના ટ્રાફિક જામમાં ફસાતા હેરાન પરેશાન થયા હતા.

ભરૂચ જિલ્લાના રસ્તાઓ ખરાબ હોવાની વાત ભાજપના સાંસદે પોતે સ્વીકારી હતી.
નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના રસ્તાઓ ખરાબ છે. ખાડા પડી ગયા છે. જેને કારણે બસો સમયસર પહોંચી શકતી નથી. જે બાબતનો સ્વીકાર ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસો પહેલા ર્ક્યો હતો. તેમણે જાતે બસમાં બેસીને મુસાફરી કરી, ત્યારે સાંસદને ખબર પડી કે રસ્તા ખરાબ છે.

મનસુખ વસાવાએ ખુદ બસની મુસાફરી કરી ત્યારે એમને પણ લાગ્યું કે રસ્તાઓ ખરાબ છે જેને કારણે બસ સમયસર સ્થળ પર પહોંચી શકતી નથી. જો નવી બસો આ વિસ્તારમાં મુકવામાં આવી તો એ પણ ખખડધજ થઈ જાય. જોકે રસ્તા વિશે સાંસદ ખુદ સ્વીકારી રહ્યા છે કે, રસ્તાઓ ખરાબ છે એ રસ્તાઓ પર ભારદારી વાહનો ચાલવાના કારણે રસ્તા તૂટી જતા હોય છે.

રસ્તાઓ ઓછી કેપેસિટીના બનાવવામાં આવે છે અને તેની પર વાહનો ઓવરલોડ જતા હોય છે જેથી પણ રસ્તાઓ તૂટી જતા હોય છે. આ વાતનો સ્વીકાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર-ડેડીયાપાડા બસ મુસાફરી દરમિયાન સ્વયં અનુભવી કહી હતી.

Most Popular

To Top