Dakshin Gujarat Main

વાવલી ગામના મહિલા સરપંચને એકાએક હોદ્દા પરથી મોકૂફ કરાતા ભરૂચના રાજકારણમાં ખળભળાટ

ભરૂચ(Bharuch): જંબુસરના (Jambusar) વાવલી (Vavli) ગામના મહિલા સરપંચને (WomenSarpanch) ગુજરાત પંચાયત અધિનિયમ (Gujarat Panchayat Act) હેઠળ કેસનો આખરી નિકાલ ન આવે અથવા ગ્રામ પંચાયતના (Gram Panchayat) ધારાધોરણ (standard) મુજબ મુદ્દત પૂર્ણ થાય આ બેમાંથી જે વહેલું થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ (Deferred from Position) કરવાનો ભરૂચ ડીડીઓ દ્વારા હુકમ કરતા સરપંચ વર્તુળોમાં ભારે ખળભળાટ વ્યાપ્યો હતો.

  • મહિલા સરપંચ પોતાની ફરજો બજાવવામાં ઘોર બેદરકારી, નિષ્કાળજી તેમજ પોતાની સત્તા દુરુપયોગ કરતા DDOનો આખરે હુકમ

જંબુસર તાલુકાના વાવલી ગામના સરપંચ પ્રિતિકાબેન જગદીશભાઈ રાઠોડે ગત તા. ૯/૩/૨૦૨૩થી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯ (૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચના હોદ્દા પર મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેની સામે પ્રિતિકાબેન રાઠોડ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯ (૩) હેઠળ વિકાસ કમિશ્નર ગાંધીનગર ખાતે અપીલ કરી હતી.

આ અપીલમાં DDOનો હુકમ રદ્દ કરવા માટે રજૂઆત હતી.અને પ્રિતિકાબેન રાઠોડને વાવલીના સરપંચ સરપંચ તરીકે પુન: ચાર્જ સુપ્રત કરવા જણાવતા તાલુકા વિકાસ અધિકારી જંબુસર દ્વારા તા-૧૦/૮/૨૦૨૩ના રોજથી સરપંચપદે પુન: સ્થાપિત કરવામાં આવ્યા હતા. જેને લઈને તા-૪/૧૦/૨૦૨૩ના રોજ પ્રિતિકાબેન રાઠોડને સોંપેલ કર્યો અને ફરજો બજાવવામાં બેદરકારી,નિષ્કાળજી દાખવતા અને પોતાની સત્તાનો દુરુપયોગ કરવા બાબતે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ મુજબ ન્યાય માટે જેલમાં અટક કરવામાં આવેલ હોય જે માટે કારણદર્શક નોટીસ પાઠવી તા-૧૨/૧૦/૨૦૨૩ના રોજ સુનાવણીમાં હાજર રહેવા સુચના આપી હતી.

કારણદર્શક નોટીસ સંદર્ભે તા ૧૮/૧૦/૨૦૨૩ના રોજ ખુલાસો એવો રજુ કર્યો હતો કે સરપંચ તરીકે વ્યક્તિગત હિતના કાર્યોને મહત્વ આપી જાહેર હિતના પ્રજાલક્ષી, સુખાધિકારના કાર્યોને મહત્વ આપી રહ્યા છે. આ બધી પ્રવૃતિને ઈર્ષા રાખી રાજકીય કાવતરું રચીને પોલીસનો તેમાં ગેરકાયદે ઉપયોગ કરી ગેરકાયદે પ્રવૃત્તિ અમારી સામે થઇ રહી છે એમ ખુલાસો કર્યો હતો.

સમગ્ર કેસની તમામ વિગતોમાં પક્ષકારોની દલીલો તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા જોતા ન્યાયના વિશાળ હિતમાં ગુણદોષને ધ્યાને લઇ વાવાલીના સરપંચ પ્રિતિકાબેન જગદીશભાઈ રાઠોડને તેમની સામે પોલીસ ફરિયાદનો ગુનો હેઠળ ગુજરાત પંચાયાય અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯ (૧)ની જોગવાઈમાં આ કેસનો આખરી નિકાલ ન આવે અથવા ગ્રામ પંચાયતમાં મુદ્દત પૂર્ણ થાય આ બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી દ્વારા હુકમ કરાયો હતો.

Most Popular

To Top