Dakshin Gujarat

ભરૂચમાં બેડરૂમમાંથી પલંગના નીચેથી 20 વર્ષીય યુવતીની લાશ મળી

ભરૂચ: (Bharuch) ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલા ઈંટવાલા કોમ્પલેક્ષમાં ગળું દબાવી હત્યા (Murder) કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 20 વર્ષીય યુવતીનો મૃતદેહ (Dead Body) મળી આવતા બી-ડીવીઝન પોલીસે (Police) હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ભરૂચમાં 20 વર્ષીય યુવતીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • મકાન માલિક તાળું તોડી ઘરની અંદર પહોંચતા બેડરૂમમાંથી પલંગના નીચેથી લાશ મળી હતી

ભરૂચના અલીફા પાર્કમાં રહેતા ફતેસિંહ રાયસિંહ રાણાનું અન્ય મકાન ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલા ઈંટવાલા કોમ્પ્લેક્ષમાં છે. જેઓએ ગત 4 જાન્યુઆરીના રોજ યાસીન શેખના સંબંધી અને મહારાષ્ટ્રના ખારધર મહાત્રે બિલ્ડીંગ વિહેજમાં રહેતા અલી હુસેન શાકીર મંડલને ભાડે આપ્યું હતું. જે શખ્સ એક યુવતી સાથે ભાડુઆત તરીકે રહેતો હતો. આ વચ્ચે ગત તા.19મી જાન્યુઆરીના રોજ મકાન માલિક ગેસનું મીટર બદલવાનું હોવાથી ત્યાં ગયા હતા. જ્યાં તાળું લગાવેલું હોવાથી તેઓએ ભાડુઆતને ફોન કરતા તે અને યાસીન શેખે ફોન ઉપાડ્યો ન હતો. જેથી મકાન માલિકે તાળું તોડી અંદર પ્રવેશ કરતા મકાનના અંદરના બેડરૂમમાંથી દૂર્ગધ આવી રહી હતી. જેથી તેઓ જોવા જતાં પલંગ નીચે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

જેને લઈ આ અંગેની જાણ તેઓએ બી ડીવીઝન પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ શેરપુરા ચોકડી પાસેથી થ્રી વ્હીલ ટેમ્પોમાં લાવતા વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરો ઝડપાયા
ભરૂચ: ભરૂચની જંબુસર બાયપાસ તરફથી શ્રવણ ચોકડી બાજુ થ્રી વ્હીલ ટેમ્પો નંબર (જીજે-૨૩-એયુ-૫૫૪૭)માં વિદેશી દારૂનો જથ્થો લઇ એક બર્ગ મેન મોપેડ નંબર (જીજે-૧૬-સીઆર-૮૨૬૨) દ્વારા પાઈલોટીંગ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે એ-ડીવીઝન પોલીસે શેરપુરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળા ઈસમો આવતાં પોલીસે બંને વાહનો અટકાવ્યા હતા અને થ્રી વ્હીલ ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૩૦ નંગ મળી આવી હતી.

દારૂ અંગે પોલીસે બંને વાહન ચાલકોની પુછપરછ કરતા આ જથ્થો અંબિકા નગરમાં રહેતો જીગ્નેશ ઉર્ફે સચિન સુરેશ છત્રીવાલાએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે ફુરજા રોડ ઉપર આવેલ સચિન ફોટો સ્ટુડીયો તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦ મળી આવી હતી. આમ પોલીસે ૬૩ હજારથી વધુનો દારૂ અને બે વાહનો સાથે કુલ રૂા.૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ફુરજારોડ સ્થિત હેઠાણા ફળિયામાં રહેતા મહોમદ ઈરફાન ઈસ્માઈલ ખારવા, આમીર મિયા ઇકબાલ મિયા શેખ અને જીગ્નેશ ઉર્ફે સચિન સુરેશ છત્રીવાલાને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top