Dakshin Gujarat

કાશ્મીર અને હિમાચલ પ્રદેશની જેમ હવે ભરૂચમાં લીલા સફરજનની ખેતી

ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) કેળ, કપાસ અને શેરડી પકવતા ભરૂચ જિલ્લામાં હવે સફરજનની (Apple) ખેતી પણ થાય છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના પરિશ્રમી ખેડૂતે (Farmer) પોતાની જમીનમાં સફરજન ખેતી કરી અનોખો પ્રયોગ આદર્યો છે. ભરૂચ જિલ્લામાં સફરજનની ખેતી કરી ઠંડા અને પહાડી વિસ્તાર કાશ્મીર (Kashmir) અને હિમાચલ પ્રદેશને યાદ કરાવી દીધા છે.

  • કાશ્મીર અને હિમાચલ પ્રદેશની જેમ હવે ભરૂચમાં લીલા સફરજનની ખેતી
  • જૂના બોરભાઠા બેટના ખેડૂતે લીલા સફરજનની ખેતી થકી અન્ય ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

ભરૂચના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂત ભરતભાઈ છીતુભાઈ પટેલ છેલ્લાં ૩૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત ૭ વીઘાં જમીનમાં અલગ અલગ પાકની ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓનો મુખ્ય પાક કેળ છે. ખેડૂતને રાજ્ય સ્તરે કેળની ખેતીમાં સફળતા મળતાં બેસ્ટ ફાર્મસ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. પરિશ્રમી ખેડૂતે હાલ ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. ખેડૂતે હિમાચલથી લીલા સફરજનના હરિમન ૯૯ જાતના પ્લાન્ટ મંગાવ્યા છે. ખેડૂતે લીલાં સફરજનના ૫૦ છોડ મંગાવ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં જેમાંથી ૪૭ છોડ વાવ્યા છે.

ત્રણ વર્ષની તેમની મહેનત જોતાં સૌથી ઊંચાઈના છોડ ખેતરમાં થઇ રહ્યા છે. હવે સફરજનના છોડ પર ફૂલ અને ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂત ખેતીમાં રાસાયણિક ખાતર અને છાણીયા ખાતરનો વપરાશ કરે છે. ત્રણ વર્ષથી ખેતીમાં નવું રૂપ આપવા માટે લીલા સફરજનની ખેતી કરે છે. જેમાં જીવામૃત, છાણીયું ખાતર, વર્મીકમ્પોઝ સહિતનો ઉપયોગ કરે છે. જેનાથી ખેડૂતને સફરજનમાં સારું ઉત્પાદન મળે તો જિલ્લાના ખેડૂતો આ ખેતી તરફ વળે એમ લાગે છે. જો કે, ત્રણ વર્ષ પૂરા થતાં સફરજન ફળના અંકુરો ફૂટ્યા છે. સ્વાદમાં ખાટા-મીઠા લાગે છે. લીલું સફરજન ઉચ્ચ ફાઇબર મેટાબોલિઝમમાં વધારો કરવામાં મદદ કરે છે.

Most Popular

To Top