Gujarat

રાજનીતિમાં જોડાય તે પહેલાં જ પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, નરેશ પટેલ નિર્ણય લેવામાં ગુંચવાશે?

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની (Assembly elections) અસર સમગ્ર રાજકીય પાર્ટી પર દેખાઈ રહી છે. કેટલાક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ રહી પક્ષપલટો કરી રહ્યા છે. તો કેટલાક નવા ચહેરા રાજકારણમાં કોની પાર્ટીને સમર્થન આપવું તે અંગે ગુંચવાય રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) રાજકીય ક્ષેત્રે કઈ પાર્ટીમાં (Party) જોડાશે તે અંગેની અટકળોએ ચાલી રહી છે. ત્યારે તેમના મિત્ર રણનીતિકાર પ્રશાંત કિશોરે તેમને વધુ ગુંચવી દીધા હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષ પોતે તો ડૂબી રહ્યો છે અને મને પણ ડૂબાડી દેશે. કોંગ્રેસ ક્યારેય સુધરવાની નથી. તેમના આ નિવેદન બાદ નરેશ પટેલે કોંગ્રેસમાં જવું કે નહીં તેના પર વિચારવા માટે મજબૂર બનશે આ સાથે જ તેમના આ નિવેદન બાદ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રશાંત કિશોરે કોંગ્રેસને બે હાથ જોડ્યા
મંગળાવરે યુપીના એક ગામમાં પ્રશાંત કિશોર ઘણા લોકો સાથે બેઠા છે. તેઓ પોતાની સિદ્ધિ એક રાજનીતિ રણનીતિકારની ગણાવી રહ્યા છે. તેમણે કોંગ્રેસની સામે બે હાથ જોડી દીધા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ પોતે પણ ડૂબશે મને પણ ડૂબાડશે. કોંગ્રેસ ક્યારેય સુધરવાની નથી. વધુમાં તેમણે કહ્યું કે હું કોંગ્રેસ સાથે ક્યારેય કામ નહિં કરીશ. કોંગ્રેસ એવી પાર્ટી હતી જે ક્યારેય એક ન થઈ શકી.

વધુમાં તેમણે કહ્યું કે 2015માં બિહારમાં જીત મેળવી. 2017માં અમે પંજાબમાં જીત મેળવી. તો આ સાથે જ 2019માં જગન મોહન રેડ્ડીના આંધ્ર પ્રદેશમાં પણ જીત મેળવી. અમે તમિલનાડુ અને બંગાળમાં પણ જીત મેળવી. પ્રશાંત કિશોરે વધુમાં કહ્યુ કે, 11 વર્ષમાં અમે માત્ર એક ચૂંટણી હારી, તે હતી 2017 ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી. તેથી મેં નક્કી કર્યું કે હવે કોંગ્રેસ સામે કામ કરીશ નહીં.

પ્રશાંત કિશોરે ગુજરાતમાં કોંગ્રેસની હારની ભવિષ્યવાણી કરી
રણનીતિકાર પ્રશાંત કિશોર કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ હારી ગઈ છે. તેમના આ નિવેદન બાદ કોંગી નેતાઓમાં ટેન્શન વધ્યું છે. નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી 27 વર્ષથી ગુજરાતની સત્તાથી દૂર છે. હાલ વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ વધારે છે તેમ કહી શકાય. તેથી કોંગ્રેસે ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ વધારવા હજી મહેનત કરવી પડશે.

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજકારણમાં આવે તે પહેલાં જ તેમના મિત્ર રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી નરેશ પટેલને વિચારવા પર મજબૂર કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ અગાઉ નરેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં એન્ટ્રી કરશે તો પ્રશાંત કિશોર તેમને સાથ આપશે અને તેમની સલાહ પણ લેશે. પરંતુ લાગી રહ્યું છે કે પ્રશાંત કિશોરના નિવેદન બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં જવું કે નહીં તે અંગે વિચારવા મજબૂર બનશે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલને પોતાના કાકા ગણાવતા હાર્દિક પટેલે હાલમાં જ કોંગ્રેસ પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે. ત્યારે હવે કાકા નરેશ પટેલ રાજકીય ક્ષેત્રે કઈ પાર્ટીમાં જોડાઈ છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે.

Most Popular

To Top